નરસિંહ મહેતા હારમાળા જયંતી વિવિધ કાર્યક્રમો સાથે ઊજવાઇ

નરસિંહ મહેતા હારમાળા જયંતી વિવિધ કાર્યક્રમો સાથે ઊજવાઇ
ભુજ, તા. 9 : આદ્ય કવિ નરસિંહ મહેતાની 564મી હારમાળા જયંતીની ભુજ નગરપાલિકા અને નાગર જ્ઞાતિ તેમજ અન્ય સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. સત્યમ અને તાનારીરી મહિલા મંડળના સંયુકત ઉપક્રમે નરસિંહ મહેતાનગર ખાતે અંબિકા ચોકમાં આવેલી ભકત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને વંદના કરાઇ હતી. પાલિકા પ્રમુખ લતાબેન સોલંકી અને કારોબારી ચેરમેન ભરત રાણા, દર્શક અંતાણી, મુકેશ ચૌહાણ, પુનિતાબેન ચૌહાણ, અવિનાશ વૈદ્ય, દિલીપભાઇ ઠક્કર તેમજ વેલજીભાઇ મચ્છર સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બાળકો માટે ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવતાં તેના ત્રણ વિજેતાને ઇનામ અપાયા હતા. હાટકેશ અંબિકા મહિલા મંડળ દ્વારા પૂર્વ સંધ્યાએ મધુસૂદન અંતાણી, જગદીશ છાયાના વડપણ હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ ઇલાબેન છાયાએ સૌને આવકાર આપ્યો હતો. પ્રભાતિયા-ભજન સ્પર્ધામાં પ્રથમ સ્થાને બેનીબેન પાઠક, બીજે વનદેવીબેન પટ્ટણી અને નર્મદાબેન ગામોટ આવ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer