સામાજિક ભાવનાથી એક-એક વ્યક્તિ મજબૂત બને

સામાજિક ભાવનાથી એક-એક વ્યક્તિ મજબૂત બને
ભુજ, તા. 9 : કચ્છ વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન વીશા શ્રીમાળી સમાજ દ્વારા આયોજિત સમગ્ર ભારતમાં વસતા સમાજના લોકો સાથે મળીને વાગડ બે ચોવીસી સમાજ ભુજના આતિથ્ય વડે તથા દાતા પરિવારના દાનના ધોધ થકી 12મા સમૂહલગ્ન યોજાયા હતા. સમગ્ર સમાજના નવનિયુક્ત પ્રમુખ કાંતિલાલ વોરા (કાકા) અને તેમની ટીમ બન્યા બાદ અનેકવિધ કાર્યક્રમોની સાથે સમાજની એકતા અને અખંડિતતાના દર્શન કરાવતાં આ સમૂહલગ્ન અંતર્ગત મુંબઈથી આવેલા મૂળ કચ્છી ચાર્મી સત્રા એન્ડ ગ્રુપ ઓરકેસ્ટ્રાએ સંગીત સંધ્યા, કાંતિ કાકા તથા તેમના પત્ની દ્વારા ગણેશ સ્થાપનની વિધિ સાથે જ માંડવો તથા અન્ય પ્રસંગોમાં વરઘોડો સૃષ્ટિપાર્ક કોલેજ રોડ ઉપરથી નીકળીને પ્રિંસલોન ખાતે પહોંચ્યો ત્યારે ધારાસભ્ય નીમાબેન આચાર્ય, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, સમસ્ત સમાજના ભૂતપૂર્વ શેઠ નાનાલાલભાઈ મહેતા, સમાજના ભૂતપૂર્વ પ્રમુખ પંકજભાઈ મહેતા, ભૂતપૂર્વ ધારાસભ્ય મોહનભાઈ શાહ, સમસ્ત સમાજના ભૂતપૂર્વ પ્રમુખ ભોગીલાલભાઈ મહેતા (મુંદરા), વિનોદભાઈ મહેતા (ભુજ), ભુજ સમાજના વિવિધ ગામોના પ્રમુખ, ભાઈ-બહેનો આ પ્રસંગમાં જોડાયા હતા.  ભુજ સમાજના પ્રમુખ અશોકભાઈ ખંડોર, મત્રી વાડીલાલ મહેતા, યુવક મંડળના પ્રમુખ મહેશ મહેતા, મંત્રી અશ્વિન પારેખ, મહિલા મંડળના પ્રમુખ કલાબેન શેઠ, મંત્રી નિર્મલાબેન દોશી અને સમગ્ર?ટીમ તથા સમૂહલગ્ન કમિટીએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે નિધિ સંકેત મહેતા, ફોરમ વિરલ વોરા, પ્રાપ્તિ શ્રેયાંશ વોરા, નિધિ મૌલિક મહેતા, તન્વી નીરવ દોશી સહિત પાંચ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. છેક મુંબઈ, સુરત, રાપર, વર્ધમાનનગર, માધાપરથી જ્ઞાતિજનો પ્રસંગમાં જોડાયા હતા. કન્યાવિદાય તથા અગ્રણીઓ તથા પરિવારજનો તરફથી યોજાયેલા આશીર્વાદ સમારોહમાં દરેકે પોતાના અભિપ્રાયો સાથે સમાજમાં કેવી રીતે બંધુત્વ ભાવનાનો વિકાસ થાય, કઈ રીતે સમાજનો એક - એક?વ્યક્તિ અરસ-પરસ સમાજભાવના થકી મજબૂત બને તથા સામાજિક રીતરિવાજોથી જોડાય અને સમાજમાં ક્યાંય પણ પૈસા કે પદ થકી ઊંચ-નીચનો ભેદભાવ ન રહે તેવી ભાવના વ્યક્ત કરાઈ હતી. સમાજના અનેક વડીલોએ પણ સમૂહલગ્ન એ સમાજની એકતા અને પ્રગતિની નિશાની ગણાવી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer