આજથી ગાંધીધામમાં કેરાલાની સંસ્કૃતિ છવાશે

આજથી ગાંધીધામમાં કેરાલાની સંસ્કૃતિ છવાશે
ગાંધીધામ, તા. 9 : શહેરના સેકટર-1 વિસ્તારમાં આવેલા અયપ્પા ભગવાનના મંદિરના 41મા વાર્ષિક ઉત્સવનો આવતીકાલથી દબદબાભેર પ્રારંભ થશે. આ ઉત્સવમાં દક્ષિણ ભારતની સંસ્કૃતિનો માહોલ ઊભો થશે. અયપ્પા ભગવાનના મંદિરના વાર્ષિકોત્સવનો તા. 10/12થી તા. 16/12 સુધી સવારે 5.30થી 11 વાગ્યા સુધી અને સાંજે 6થી 11 વાગ્યા સુધી મંદિર ખાતે પૂજનવિધિ કાર્યક્રમ યોજાશે. તા. 10/12ના કાર્યક્રમ આરંભ અંગે સાંજે 7.30 વાગ્યે ધ્વજારોહણ કાર્યક્રમ ત્યારબાદ ડો. સુનીલનું ધાર્મિક પ્રવચન, તા. 11/12ના સાંજે 7.30 વાગ્યાથી કેરાલાની પ્રસિદ્ધ ચાકિયા કૂથુ, તા.12/12ના રાત્રિના 8 વાગ્યે શિવપુરાણ આધારિત કૃતિ રજૂ થશે. તા. 13/12ના રાત્રિના 8 વાગ્યે ધાર્મિક સંગીત કાર્યક્રમ, તા.14/12ના સાંજે 4 વાગ્યાથી ગાંધીધામના સત્યનારાયણ મંદિરથી ભગવાન અયપ્પાની હાથી ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળશે જે મુખ્ય બજાર, ચાવલા ચોક સહિતના મુખ્ય માર્ગમાં ફરશે. જેમાં કેરાલાના 80 જેટલા દક્ષિણ ભારતના કલાકારો કલાના કામણ પાથરશે. તા. 15/12ના સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ, તા. 16/12ના બપેર 12.30 વાગ્યાથી સમૂહપ્રસાદ કાર્યક્રમ યોજાશે તેવી વિગતો અયપ્પા સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં અપાઈ હતી. ઉત્સવની તૈયારીના ભાગરૂપે ઓસ્લો ચાર રસ્તાથી અયપ્પા મંદિર સુધીના વિસ્તારને કેરાલાની સાંસ્કૃતિક ઝાંખી કરાવતી લાઈટોથી શણગારવામાં આવ્યો હતો. આ વેળાએ ટ્રસ્ટના પ્રમુખ ડો. મુરલીધરન, ઉત્સવ સમિતિના ચેરમેન હરિશ્યામ સહિતના હાજર રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer