દયાપરમાં દિવ્યાંગોને સાધનો અર્પણ

દયાપરમાં દિવ્યાંગોને સાધનો અર્પણ
ભુજ, તા. 9 : અદાણી ફાઉન્ડેશ દ્વારા સ્થાનિક દિવ્યાંગ બહેનોને આર્થિક ઉપાર્જન મળતું થાય એ હેતુસર લખપત તાલુકાના મુખ્યમથક દયાપર અને નખત્રાણામાં સ્વાવલંબી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં બહેનો મશીન દ્વારા કાપડની થેલી બનાવશે અને સ્થાનિક વેપારીઓ ખરીદશે. જેથી પરિણામે બહેનોને રોજગારી મળશે. વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે આયોજિત કાર્યક્રમ પ્રસંગે લખપત તાલુકાના દિવ્યાંગોની શારીરિક તપાસ કરી તેમને કૃત્રિમ હાથપગ, કેલીપર્સ, ટ્રાયસિકલ, વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી. 60 દિવ્યાંગો જોડાયા હતા. તેમજ બી.આર.સી. ભવન દયાપર ખાતે આયોજિત ચિત્ર સ્પર્ધામાં 20 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દયાપર મામલતદાર એ.એન. સોલંકીએ કેન્દ્રને ખુલ્લું મૂક્યું હતું. લખપત પાટીદાર સમાજવાડી દયાપર ખાતે સ્થાનિક ગ્રામ પંચાયત, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ અને અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં લખપત મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી મયૂર ભાલોડિયા, દયાપરના સરપંચ ભવાનભાઈ પટેલ, ઉપસરપંચ ઉરસભાઈ નોતિયાર, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ જોષી, મંત્રી હેમેન્દ્રભાઈ જણસારી, વેપારી મંડળના પ્રમુખ વિશ્વનાથ જોશી તથા સામાજિક અગ્રણી ચંદ્રદાન ગઢવીએ દિવ્યાંગોને શુભકામના પાઠવી હતી. ફાઉન્ડેશનના ડો. પ્રીતિબેન અદાણીના માર્ગદર્શન હેઠળના કાર્યક્રમમાં 115 જેટલા દિવ્યાંગ ભાઈ-બહેનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. અદાણી ફાઉનડેશનના વડા પંક્તિબેન શાહે દિવ્યાંગોની માનસિક ક્ષમતા અંગે ઉદ્બોધન આપ્યું હતું. દયાપર ખાતે ગ્રામ રક્ષક દળમાં બે દાયકા સુધી શ્રેષ્ઠ પ્રદાન કરનારા વીરાંગનાઓ ભારતીબેન જણસારી, ગોદાવરીબેન પટેલ, ગંગાબેન લીંબાણી, પુષ્પાબેન લીંબાણીને સન્માનિત કરાયા હતા. ઉપરાંત સ્થાનિકે હોમગાર્ડઝ યુનિટ સ્થાપક નવીનભાઈ જણસારીનું પણ સન્માન કરાયું હતું. નખત્રાણા ખાતે મામલતદાર પી.વી. જેતાવતે સ્વાવલંબન કેન્દ્રને ખુલ્લું મૂકયું હતું. સંચાલન કરસન ગઢવીએ અને આભાર દર્શન દયાપર ગ્રામ પંચાયતના સભ્ય પુનિત ગુંસાઈએ કર્યા હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer