અંજારના તબીબ હુમલા પ્રકરણે કડક કાર્યવાહીની કરાઈ માંગ

ગાંધીધામ, તા. 9 : અંજારમાં હાડકાંના તબીબ ઉપરના હુમલા પ્રકરણમાં કડક કાર્યવાહીની માંગ સાથે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને સ્થાનિક પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. અંજાર આઈ.એમ.એ.ના પ્રમુખ ડો. ભાવેશ ડી. પટેલ અને મંત્રી ડો. નીરવ એન. મોદીએ અંજાર પી.આઈ.ને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અનુરાગ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ડો. કૃદન્ત આર્ય પાસે કોણીમાં ફ્રેકચર હોવાથી રમેશભાઈ ઠક્કર સારવાર લઈ રહ્યા હતા. દરમ્યાન દર્દી રમેશભાઈનું ઓપરેશન બરાબર ન થયું હોવાનું કહી રમેશભાઈ અને તેમના પુત્ર તથા ત્રાહિત વ્યક્તિઓ દ્વારા તા. 2/12ના અપશબ્દો બોલી હાથાપાઈ કરી અણીદાર બોલપેન વડે ડો. કૃદન્ત આર્ય ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ આરોપીઓ વિરુદ્ધ હોસ્પિટલ એસ્ટાબ્લિશ એકટની કલમો તળે કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer