બાંડિયા મારામારી પ્રકરણમાં 24ની અટક

ગાંધીધામ, તા. 9 : અબડાસા તાલુકાના બાંડિયામાં ચરિયાણ મુદે થયેલી મારામારીમાં બન્ને પક્ષોની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ બનાવમાં એક પક્ષના 24 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. આ તમામના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. આ બનાવન વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનારા શખ્સોને પકડી પાડવા પોલીસે કમર કરી છે. બાંડિયા ગામમાં ગઈ કાલે સાંજે થયેલી બબાલમાં આસા અજુ રબારીએ ગામનાં સાલેમામદ ઘોસમામદ, ડાડા ઘોસા, ઈબલા ઘોસા, આમદ જામ, જુમા સાલે, અભરામ હજામ, હુસેન જાકા, સલિયો હુસેન, ડાડા વેણ, સુમાર મુસલમાન, હુસેન મામદ વેણ, ઈસ્માઈલ ઈબ્રાહીમ હિંગોરજા, વેણ ઈબ્રાહીમ સાહેબ, અબ્દુલ ઘોસમામદ, ઓસમાણ મામદ હિંગોરજા, વેણ ઈસ્માઈલ સાહેબ, મોના ઘોસ મામદ હાલેપોત્રા, અયુબ ઘોસમામદ હાલેપોત્રા, હાસમ અબ્દુલ હાલેપોત્રા, હનિફ અબ્દુલ હાલેપોત્રા, આબિદ અલીમામદ કાઠી, અલીમામદ ઓસમાણ કાઠી, તોફિક અબ્દુલ સોઢા, આમદ જાકબ સંઘાર, અનવર આમદ સંધાર, વેણ ઉમર આમદ, વેણ રફીક આમદ, વેણ ઝુબેર સલિમ, વેણ લીખિયાર ઓસ્માણ, સલીમ ઉમર હિંગોરજા, હુસેન જાકબ સંઘાર, અબ્દુલ જાકબ સંઘાર, નૂરમામદ ઈશા સમા, ઈકબાલ મામદ હિંગોરા, વેણ મામદસિધિક ઈસ્માઈલ, મુસ્તાક ઈશા ગોરેપોત્રા, કરીશ ઈશાક ગોરેપોત્રા, પીરમામદ જાકબ ગોરેપોત્રા, સુમાર ઓસા નોતિયાર, આમદ અલીમામદ સમેજા, અનુસૂચિત જાતિના શિવજી ધનજી, વિનુ રામજી, કમલેશ ડાયા તથા ઓસમાણ કાઠી અને આશરે સોથી દોઢસો લોકોના ટોળાં વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ ઈસ્માઈલ ઈબ્રાહિમ હિંગોરજાએ આસા રબારી, વેરશી રબારી, રતન રબારી, વિભા રબારી તથા આઠથી દસ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની તપાસ કરનારા નલિયાના ફોજદાર એસ.એ. ગઢવીએ જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં ગામનાં 20 મુસ્લિમ, 1 ક્ષત્રિય અને અનુ. જાતિના ત્રણ લોકોની અટક કરવામાં આવી છે. આ 24 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાં તેમના તા.11/12 સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. દરમ્યાન બનાવમાં વપરાયેલી ટ્રક, હથિયારો કબ્જે કરવા અને અન્ય આરોપીઓને પકડી પાડવા તથા સોશિયલ મીડિયામાં વીડયો વાયરલ કરવાના બનાવમાં આગળ તપાસ હાથ ધરાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer