ભુજમાં નજીવી બાબતે યુવાન ઉપર થયો હુમલો

ગાંધીધામ, તા. 9 : ભુજના ખારી નદી રોડ બકાલી કોલોની પાસે એક શખ્સે નાસ્તો કરવા અને વાપરવાના પૈસા મુદ્દે એક યુવાન પર છરી, ધોકા વડે હુમલો કર્યો હતો. ભુજમાં બકાલી કોલોનીમાં રહેનારો અને છકડો ચલાવનારો ફિરોઝ બિલાલ સીદી નામનો યુવાન પોતાના ભાણેજને તેના ઘરે મૂકી પોતાના ઘરે જઇ રહ્યો હતો. તે દરમ્યાન જાફરશા પીરની દરગાહ પાસે મોહસીન ઉર્ફે મોસ્લો બકાલી નામના ઇસમે આ યુવાનનું વાહન ઊભું રખાવ્યું હતું અને તું મને નાસ્તો કરવા અને વાપરવાના પૈસા કેમ આપતો નથી તેવું કહ્યું હતું. ભોગ બનનાર છકડાચાલકે આપણે કાલે સવારે વાત કરશું તેવું કહેતાં આ ઇસમ ઉશ્કેરાઇ ગયો હતો અને પ્રથમ ધોકા વડે તથા બાદમાં છરી વડે આ યુવાન પર હુમલો કર્યો હતો. આ યુવાન ફરિયાદીને માથા, હાથમાં ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer