વીમા કંપનીને અરજી કરનારા છ હજાર ખેડૂતોને નુક્સાની વળતર અપાશે

ભુજ, તા. 9 : લાંબી લડત બાદ ખેડૂતોને તેમના અધિકાર અને હક્કના પાક વીમાની રકમ મંજૂર થઇ છે અને કચ્છની દરેક બેંકોના હવાલે મૂકવામાં આવેલી છે. જે ખેડૂતોને ગત વર્ષે પાક વીમાની રકમ ભરેલી હોય તેવા ખેડૂતોએ જે બેંકમાંથી લોન લીધી હોય તે બેંકોમાં જઇ પાક વીમાની રકમ જમા થયેલી છે કે કેમ તેમજ કોઇ કારણોસર વીમાની રકમ જમા થયેલી ન હોય તો ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરે તેવી અપીલ જિ.પં.ના વિપક્ષી નેતા વી.કે. હુંબલે કરી છે. કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોએ પાક વીમો લીધેલો છે તે પૈકી કચ્છના 6000 ખેડૂતોએ નુકસાનીની વીમા કંપનીને અરજી કરેલી છે તેવા ખેડૂતોનો સર્વે કરવામાં આવેલ છે. એને પણ નુકસાનીના પ્રમાણમાં પાક વીમો મળશે તેમજ ચાલુ વર્ષનું ર્કોપ કટિંગ મુજબ મળવાપાત્ર વીમાની રકમ પણ મળશે. પાંચ તાલુકા અબડાસા, લખપત, ભુજ, ભચાઉ, અંજારના ખેડૂતોને બે હેકટર દીઠ રૂા. 13600 તેમજ બાકીના તાલુકાના ખેડૂત ખાતેદાર દીઠ પાક વીમો નથી લીધેલો તેવા તમામ ખેડૂતોને પણ આ સહાય મળવા પાત્ર છે. જે ખેડૂત ખાતેદાર દીઠ રૂા. 4000 મળશે. અને આ માટે તા. 31 ડિસેમ્બર સુધીમાં દરેક ખેડૂતોએ પોતાની પંચાયતોમાં જઇ ઓઁનલાઇન અરજી કરવાની છે. જેથી કોઇપણ ખેડૂત અરજી કર્યા વગરના બાકી ન રહે જેની જાણ કરવામાં આવે અને 31 ડિસેમ્બર બાદ અરજી લેવાશે નહીં જેથી ગ્રામ પંચાયતના સરપંચ આગેવાનો જાગૃત બની કોઇપણ ખેડૂત વંચિત ન રહે તેવી અપીલ કરાઇ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer