મથલ અને ભુજમાં જુગાર રમતા આઠ ખેલી ઝપટે

ગાંધીધામ, તા. 9 : નખત્રાણા તાલુકાના મથલમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની પોલીસે અટક કરી રોકડા રૂા. 2,950 જપ્ત કર્યા હતા. બીજીબાજુ ભુજના કેમ્પ એરિયામાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂા. 1,450 કબ્જે લેવામાં આવ્યા હતા. મથલ ગામના બસ સ્ટેન્ડ નજીક ઓટલા ઉપર જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા પ્રેમજી ખીમજી ભદ્રુ, સુભાષપુરી કાનપુરી ગોસ્વામી, ગુલામહુસેન દાઉદા ચાકી, રમેશ ધનજી ભદ્રુ, જીતુ જમનાદાસ ભદ્રુ નામના શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. જાહેરમાં પત્તા વડે પોતાનું નસીબ અજમાવતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 2,950 તથા બે મોબાઈલ એમ કુલ રૂા. 5,450નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બીજીબાજુ ભુજના કેમ્પ વિસ્તારમાં પોલીસે છાપો માર્યો હતો. અહીં પોસ્ટ ઓફિસ આગળના ભાગે ખુલ્લામાં ધાણીપાસા વડે જુગટું રમતા હુસેન અદ્રેમાન સંઘાર, મામદ ઉમર નોડે અને અનશ જુસબ સમેજાની પોલીસે અટક કરી હતી. આ ઈસમો પાસેથી રોકડા રૂા. 1,450 તથા ત્રણ મોબાઈલ એમ કુલ રૂા. 5,450નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer