જન્મભૂમિ જૂથના મુખ્ય તંત્રીના અગ્રલેખોનાં પુસ્તકનું 16મીએ વિમોચન

જન્મભૂમિ જૂથના મુખ્ય તંત્રીના અગ્રલેખોનાં પુસ્તકનું 16મીએ વિમોચન
મુંબઈ, તા. 8 : મુંબઈના જાણીતા લેખક - વક્તા ચંદ્ર ખત્રી સ્થાપિત ઉમંગ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત `જન્મભૂમિ' ગ્રુપના સી.ઈ.ઓ. અને મેનેજિંગ તંત્રી કુંદનભાઈ વ્યાસના પુસ્તક `કુન્દન વ્યાસના તંત્રીલેખ'નો પ્રકાશન કાર્યક્રમ સોમવાર, તા. 16 ડિસેમ્બરના સાંજે 4 કલાકે ભારતીય વિદ્યા ભવન્સ, ચોપાટી ખાતે યોજાશે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન દામજીભાઈ એન્કરવાલા પુસ્તકનું લોકાર્પણ કરશે. ઓલ ઈન્ડિયા સમસ્ત ભાટિયા ફેડરેશનના ચેરમેન શશિકાન્ત જેસરાણી અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કુન્દનભાઈ ભવન્સ નવનીત હિન્દીના સંપાદક વિશ્વનાથ સચદેવ અને ઉમંગના સ્થાપક ચંદ્ર ખત્રી `તંત્રી લેખની સામાજિક અસર' ઉપર વક્તવ્ય આપશે. આ પુસ્તકમાં તંત્રી તરીકેની કુન્દનભાઈ વ્યાસની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન લખાયેલા સેંકડો તંત્રી લેખમાંથી 36 વિષય ઉપરના તંત્રી લેખનું સંકલન કરવામાં આવ્યું છે. તેમની પત્રકારત્વ સફરની અગાઉ ક્યારેય પ્રકાશિત નથી થઈ એવી રોમાંચક અને માહિતીસભર દીર્ઘ મુલાકાતનો આ પુસ્તકમાં સમાવેશ છે. પુસ્તકમાં પ્રગટ તંત્રીલેખના અંશોનું પઠન નાટયકાર કમલેશ મોતા, પત્રકાર આશિષ ભીન્ડે, પત્રકાર દિવ્યાશા દોશી અને પુનિત ખત્રી  કરશે. સંગીત મહેફિલમાં ગાયક દેબુ ચક્રવર્તી અને સુષ્મા ચવન જૂની નવી ફિલ્મોના રસીલા ગીત-ગઝલનો જલસો પ્રસ્તુત કરશે. કાર્યક્રમના વિનામૂલ્ય પ્રવેશ પાસ 1પ ડિસેમ્બર સુધી રોજ 11થી સાંજના 6 સુધી ઉમંગ પબ્લિકેશન, મણિ ભુવન ગ્રાઉન્ડ  ફલોર, 259, જે. એસ. એસ. રોડ, ક્રાંતિનગર સામે, ગિરગાંવ, મુંબઈ-4?(ફોન : 96419 5 9641) ખાતેથી મેળવી શકાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer