ભુજમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જી.પી.એસ.સી.ની પરીક્ષા લેવાઇ

ભુજમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જી.પી.એસ.સી.ની પરીક્ષા લેવાઇ
ભુજ, તા. 8 : રવિવારે જિલ્લાના મુખ્ય મથક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના જુદા જુદા 14 કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં જીપીએસસીની પરીક્ષા લેવાઇ હતી. જેમાં કુલ્લ 3439માંથી 1790 ઉમેદવારે આ પરીક્ષા આપી હતી. અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા અને પોલીસવડા સૌરભ તોલંબિયાના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના 14 કેન્દ્ર અને 144 બ્લોકમાં નાયબ મામલતદાર સંવર્ગ-3 અને નાયબ સેકશન અધિકારીની જગ્યા માટે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પરીક્ષા લેવાઇ હતી. જેમાં 3439માંથી 1790 ઉમેદવાર હાજર રહેતાં અંદાજે 50 ટકા ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા.આ પરીક્ષા દરમ્યાન ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર તથા તેમની ટીમ દ્વારા વિવિધ કેન્દ્રની મુલાકાત લેવાઈ હતી. તેમજ આયોગના પ્રતિનિધિઓ અને તકેદારી સુપરવાઇઝરો, ફ્લાઇંગ સ્કવોડ, જીપીએસસીની ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer