ભચાઉ-રાપર તા.ના વંચિત વર્ગને પ્રત્યક્ષ જમીનનો કબ્જો સોંપાયો

ભચાઉ-રાપર તા.ના વંચિત વર્ગને પ્રત્યક્ષ જમીનનો કબ્જો સોંપાયો
ભચાઉ, તા. 8 : કચ્છમાં વંચિત વર્ગને જમીન મળે તે માટે આંદોલન છેડનારા રાષ્ટ્રીય અનુસૂચિત અધિકાર મંચના જિજ્ઞેશ મેવાણી દ્વારા આજે રાપર અને ભચાઉ તાલુકામાં વંચિત વર્ગને જમીનનો પ્રત્યક્ષ કબ્જો અપાવી અને બાબાસાહેબે આપેલા હક્ક-અધિકારો અપાવીને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભચાઉ તાલુકાના આધોઇ અને ચોપડવા તથા રાપર તાલુકાના જેશડા મધ્યે વંચિત વર્ગને પ્રત્યેક્ષ જમીન સોંપણી કરાઇ હતી. જીવન ક્રાંતિના ભાગરૂપે સમાજને આજના દિન એટલે કે બાબાસાહેબ આંબેડકરના નિર્વાણદિને જ આવા વંચિત વર્ગને હક્કો અપાવી બાબાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ મંચના સ્થાપક અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આપી હોવાનું કચ્છ જિલ્લા પ્રભારી નીલ વિંઝોડાએ જણાવી ઉમેર્યું કે, સાચા હક્કદારો મૂળ માલિકોને જમીનો સુપરત  થાય તે માટે જિજ્ઞેશભાઇએ લગાતાર સંઘર્ષ કર્યા હતા. રાપર તેમજ ભચાઉમાં વંચિત તબક્કે જમીનો મળેલી જેમાં નીલ વિંઝોડા, ભચુભાઇ, ગોમતીબહેન, કિશન ખેતશીભાઇ, નામેરી રોસિયા, મંડળીના પ્રમુખ વીરજીભાઇ, પ્રેમજીભાઇ, પરવીન સોલંકી, સુરેશભાઇ, અમૃત ભટી તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં પોલીસ પ્રશાસન રેન્જ આઇ.જી. શ્રી ત્રિવેદી તેમજ એસ.પી. પરીક્ષિતાબેન તથા ડી.એલ.આર.ના શ્રી ત્રિપાઠી, સર્કલ ઇન્સ્પેકટર શ્રી દેસાઇ, મામલતદારનું જિજ્ઞેશ મેવાણી વતીથી તેમજ સમગ્ર વંચિત તબક્કા વતી નીલ વિંઝોડાએ આભાર વ્યક્ત કર્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer