આદિપુરમાં કોંગ્રેસે ઘરે ઘરે જઈ દૂષિત પાણીના નમૂના લીધા

આદિપુરમાં કોંગ્રેસે ઘરે ઘરે જઈ દૂષિત પાણીના નમૂના લીધા
ગાંધીધામ, તા. 8 : જોડિયા શહેર આદિપુરમાં છેલ્લા બે માસથી જુદા જુદા વિસ્તારોમાં દૂષિત પાણી  આવતું હોવાની જટિલ સમસ્યા મુદ્દે ગાંધીધામ કોંગ્રેસની ટીમે અંદાજિત 150 જેટલા ઘરોમાંથી પાણીના નમૂના એકત્રિત કર્યા હતા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, આદિપુરના લોકો ગટર મિશ્રત પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે. નાછૂટકે લોકોને આ પાણી બંધ કરી  ટેન્કર અને બોરનાં પાણી ઉપર જીવન નિર્વાહ કરવાની ફરજ પડી રહી છે. કેંગ્રેસના સભ્યોની ટીમે આજે  3બી, 3એ, 4એ, 4બી, 5બી સહિતના વિસ્તારોમાં અંદાજિત 150 ઘરોમાં જઈને ગંદાં પાણીના નમૂના એકત્રિત કર્યા હતા. આવતીકાલે પાલિકાના સંબંધિતો સમક્ષ લોકોના પીડાદાઈ પ્રશ્નો સંદર્ભે આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવશે. જો આ સમસ્યાનો ઉકેલ એક મહિનામાં નહીં આવે તો મોટું આંદોલન કરવાની ચીમીકી પણ શ્રી ગાંધીએ આપી હતી. આ ઉપરાંત વિપક્ષના સભ્યોએ  આદિપુરની સફાઈની સ્થિતિ અંગે પણ સમીક્ષા વેળાએ ગંભીર આક્ષેપો  કરતાં  કહ્યું હતું કે, અત્યાર સુધી પાલિકાના  પાપે માત્ર ગાંધીધામ જ સમસ્યાગ્રસ્ત બન્યું છે. હવે આદિપુરમાં સફાઈ અને પાણીના પ્રશ્નો ઉદ્ભવ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer