આજે કચ્છના 700 આરોગ્ય કર્મચારી માસ સીએલ મૂકી ભુજમાં રેલી કાઢશે

આજે કચ્છના 700 આરોગ્ય કર્મચારી માસ સીએલ મૂકી ભુજમાં રેલી કાઢશે
મુંદરા, તા. 8 : કચ્છના આરોગ્ય કર્મચારીઓ તેમના 13 પડતર પ્રશ્નો અંગે બાર દિવસથી હડતાળ પર ઊતર્યા છે. તા. 9 ડિસે.ના 7 આરોગ્ય કર્મચારીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં માસ સીએલ મૂકી ભુજમાં રેલી યોજી સભાનું આયોજન કરશે. કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ હરિભાઇ જાટિયા અને મહામંત્રી મૂળુભા જાડેજાની યાદીમાં જણાવાયું હતું કે, 25 નવેમ્બરથી રાજ્યમાં શરૂ થયેલી શાળા આરોગ્ય તપાસમાં સરકારને ચોક્કસ આંકડા મળી રહ્યા નથી. 9 ડિસેમ્બરના ભુજ ખાતે માગણીઓ સંદર્ભે રેલી કાઢીને સભા કરશે. જ્યારે 17 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે સામૂહિક રજૂઆત કરાશે. ત્યારબાદ પણ ઉકેલ નહીં આવે તો જિલ્લા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરશે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય કર્મચારીઓએ જિલ્લામાં થતી રસીકરણ, આરોગ્ય તપાસ સહિતની કામગીરીના મોબાઇલમાં રિપોર્ટિંગ બંધ કરતાં ઓનલાઇન ડેટા સરકારને રોજેરોજ મળતા નથી. બીજી તરફ આરોગ્ય શાખાના ડોકટરો દ્વારા  ખોટા આંકડા સરકારને મોકલાતા હોવાના આક્ષેપો પણ થઇ રહ્યા છે, ત્યારે રાજ્યના 5680 કર્મચારીઓ તેમના મોબાઇલ બંધ કરીને અસહકાર આંદોલન ચલાવી રહ્યાના સમાચાર સાંપડી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer