નખત્રાણામાં સોની વેપારીઓ સાથેની બેઠકમાં સુરક્ષા માર્ગદર્શન અપાયું

નખત્રાણામાં સોની વેપારીઓ સાથેની બેઠકમાં સુરક્ષા માર્ગદર્શન અપાયું
નખત્રાણા, તા. 8 : અહીંના પોલિસ સ્ટેશનના હોલમાં સોના-ચાંદીના વેપારીઓ, કારીગરો સાથે પી.આઈ. જે. કે. રાઠોડની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સોના-ચાંદીના વેપારીઓના પ્રશ્નો, પરેશાની હોય તો રજૂઆત કરવા જણાવાયું હતું જેથી પોલિસ તંત્ર દ્વારા સેવા આપી શકાય, ઉપયોગી થઈ શકાય. ઉપરાંત દુકાનોની અંદર સી.સી. ટી.વી. કેમેરા લગાવવામાં આવે છે. તો દુકાનની બહારના ભાગે નાઈટ વિઝનના કેમેરા લગાવવા કારણ કે પ્રવેશનાર બહારથી જ આવે છે. ફોટા આવી જાય છે. રેકોર્ડિંગ 30નું રાખવાનું જણાવાયું હતું. મુખ્ય બજારમાં એક અલગ ચોકીદાર રાખશે જેથી સલામતી રહેશે. સોસાયટી તરફથી એક ચોકીદાર રાખવો જેનો જે ખર્ચ?થાય તે સાથે રહીને ભોગવે જેથી ચોરીના બનાવો અટકે તેમજ બજારમાં જે વાહન આડેધડ પાર્કિંગ થાય છે તે વ્યવસ્થિત રાખવા જેથી કોઈને નડતર થાય નહીં. કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તરત જ પોલીસને જાણ કરવાની તો રવાપરમાં થયેલી ચોરી અંગેની પૂછપરછ વેપારીઓને કરી હતી. આ બેઠકમાં તમામ સોના-ચાંદીના વેપારીઓ-કારીગરો ઉપસ્થિત રહ્યા હતા. તે માટે પ્રમુખ હીરાલાલભાઈ સોનીએ આભાર માન્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer