કંપનીને કારણે મૃત્યુ પામેલા ગામોના અબોલ જીવોના આત્માની શાંતિ માટે હવન

કંપનીને કારણે મૃત્યુ પામેલા ગામોના અબોલ જીવોના આત્માની શાંતિ માટે હવન
કોડાય (તા. માંડવી), તા. 8 : મુંદરા તા.ના ટુન્ડા સ્થિત ટાટાપાવર કંપની સામેની ભૂખ હડતાળ સાતમા દિવસે યથાવત રહી હતી, જે અંતર્ગત કંપનીને કારણે મૃત્યુ પામેલા આસપાસના ગામોના અબોલ જીવોના આત્માની શાંતિ અર્થે હવન કરાયો હતો. ટાટા પાવર અને સીજીપીએલ કંપની દ્વારા કરાયેલી ગેરરીતિઓ તેમજ સ્થાનિકે રોજગારી, પોલ્યુશન, જીવોનાં થતાં અકાળે મૃત્યુ સામે ટુન્ડા ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા એક વર્ષ સુધી લાગતાવળગતા તંત્ર પાસે લેખિત અરજીઓ કરાઈ હોવા છતાંય કોઈ કાર્યવાહી ન કરાતાં ગ્રા.પં.ના સદસ્યે 24 કલાકના પ્રતીક ધરણા કર્યા બાદ પાંચ દિવસથી અનશન પર હોવા છતાં કંપની સમાધાનના પ્રયાસમાં નિષ્ફળ રહી છે. તો કચ્છના વહીવટી તંત્રે પણ કંપની સામે હજી સુધી કોઈ પણ કાર્યવાહી ન કરતાં રોષની લાગણી ફેલાઈ છે. આગામી સમયમાં નવાજૂની થાય તે પહેલાં કંપની સામે તાત્કાલિક પગલાં ભરી સરકારી તંત્ર જાગે તે જરૂરી હોવાની લાગણી ફેલાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer