સમસ્ત ગુજરાત આયડી પરિવાર કેરામાં એક છત્ર નીચે એકત્ર થયો

સમસ્ત ગુજરાત આયડી પરિવાર કેરામાં એક છત્ર નીચે એકત્ર થયો
મુંદરા તા. 8 : સમસ્ત ગુજરાત આયડી પરિવાર દ્વારા એક છત્ર નીચે એકઠા થઇ સંયુકત વાર્ષિક પેડી તથા સ્નેહમિલન કાર્યક્રમનું અભૂતપૂર્વ આયોજન કરાયું હતું. તા. 4/12ના ભુજ તાલુકાના કેરામાં આયડી પરિવારના કુળદેવી મા જોગમાયા તથા મા આશાપુરા માતાજીની પેડી-પૂજા, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા દાંડિયારાસ સહિતના કાર્યક્રમો યોજાયા જેમાં કલાકાર અક્ષય મારાજ, મહેશ માતંગ અને મંજુલાબેન આયડીએ રાસની રમઝટ બોલાવી હતી. મહેમાન તરીકે મુંદરા ગાંધીધામના માજી ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, ભુજ તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ મંગલભાઇ ફમા, કેરાના ઇ. સરપંચ દિનેશભાઇ હાલાઇ, કેરાના સામાજિક આગેવાનો વિજયસિંહ જાડેજા,  ઘનશ્યામભાઇ ટાપરિયા, ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી, એચ.જે.ડી. કોલેજ (કેરા)ના ચેરમેન જગદીશભાઇ હાલાઇ, મહેશ્વરી સમાજના સામાજિક આગેવાન ભરતભાઇ પાતારિયા (મુંદરા), પ્રેમજીભાઇ પાતારિયા (ભારાપર), રામજીભાઇ પાતારિયા (કેરા) તથા વિવિધ ગામોના સામાજિક-રાજકીય આગેવાનો અને સમસ્ત ગુજરાત આયડી પરિવારના વડીલો, ભાઇઓ-બહેનો, યુવાનો મળીને  અંદાજિત ચાર હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.આયડી પરિવારની એકતાની જ્યોત પ્રગટી છે તે પ્રજ્વલિત રહે તે માટે આ પ્રકારના આયોજન પ્રતિ વર્ષે યોજાશે તેવી આયોજકો દ્વારા જાહેરાત કરાઇ હતી. સોશિયલ મીડિયામાં રજૂ થયેલા વિચારમાં  ભાવ ઉમેરાયે અને માતાજીની કૃપા, વડીલોના માર્ગદર્શન, યુવાઓની મહેનત થકી પરિપૂર્ણ થયો. સંચાલન અને આભારદર્શન આગેવાન નરેશભાઇ એન. આયડીએ કર્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer