ત્રીરોગ અને બાળરોગ વિભાગે જોખમ ખેડી શસ્ત્રક્રિયા કરી પ્રસૂતા અને પુત્રી બચાવ્યા

ત્રીરોગ અને બાળરોગ વિભાગે જોખમ ખેડી શસ્ત્રક્રિયા કરી પ્રસૂતા અને પુત્રી બચાવ્યા
ભુજ, તા. 8 : જી.કે. જનરલ હોસ્પિટલમાં ડેંગ્યુ સહિતની ચાર જટિલતા વચ્ચે સુખપરની જોખમી પ્રસૂતા ઉપર શત્રક્રિયા કરવાનું જોખમ ખેડી ત્રીરોગ વિભાગ અને બાળરોગ વિભાગે મા અને દીકરીને હેમખેમ નવજીવન આપ્યું હતું. સિનિ. રેસિડેન્ટ ડો. રિદ્ધિ ગોરે જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના સુખપરની અંકિતાબેન મકવાણા (ઉ.વ.30) સાતમા મહિને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા ત્યારે તેમને યોગ્ય પ્રતિસાદ ન મળતાં આ હોસ્પિટલમાં સંપર્ક સાધ્યો. ત્યાર પછી નિયમિત ચકાસણી માટે આવતા. અંતિમ દિવસોમાં ડેંગ્યુ થતાં પરિસ્થિતિ ગંભીર બની. એક બાજુ બી.પી. અને ડાયાબિટીસ તો હતું જ તેમાંય છેલ્લા અઠવાડિયામાં ગર્ભસ્થ શિશુને માતાના લોહી દ્વારા મળતું પોષણ બંધ થઇ ગયું. લોહીમાં પ્લેટલેટનું પ્રમાણ અલ્પ થઇ ગયું. ત્રીરોગ વિભાગના વડા ડો. નિમિષ પંડયા, મેડિ. સુપરિ. ડો. એન.એન. ભાદરકાના પરામર્શ હેઠળ તાત્કાલિક સિઝેરિયન કરવાનું નક્કી કર્યું. ત્યારે દર્દીને  લોહીના ચાર યુનિટ તાત્કાલિક આપ્યા. 7-8 પ્લેટલેટ આપી વ્યવસ્થાપન કરી ઓપરેશન કર્યું અને તબીબોનું જોખમ સફળ થયું.આ શત્રક્રિયા એસો. પ્રો. અને ત્રીરોગ નિષ્ણાત પ્રો. ડો. ગિરિજા બેલાડ, બાળરોગ વિભાગમાંથી થર્ડ યર રેસિ. ડો. હેલી રાવલ તેમજ એનેસ્થેસિયાના ડો. પૂજા ગોસ્વામી અને ડો. મંદાકિની ઠક્કર તથા નર્સિંગ ઇન્ચાર્જ મનોજ બ્રધરે સહયોગ આપ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer