નર્મદાનાં પાણી, આંતરરાષ્ટ્રીય હવાઇમથક, ભુજોડીનો પ્રશ્ન ઊઠયો

ભુજ, તા. 8 : ભુજોડી ઓવરબ્રિજનાં કામમાં વિલંબનો પ્રશ્ન ઉકેલાઇ ગયો?છે તેને હવે ભૂલી જાઓ, નર્મદાનાં પાણી આવનારા સમયમાં મળશે. બાકી, કચ્છમાં ઘણું કામ થયું?છે તેવું આજે આરોગ્ય અને માર્ગ મકાન વિભાગનો હવાલો જેમની પાસે છે એ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ખાતમુહૂર્ત સમારોહમાં જણાવ્યું હતું. સ્વાગત વક્તવ્યમાં કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટનાં પૂર્વ વડા અરજણભાઇ પિંડોરિયાએ મુખ્યમંત્રી અને મંત્રીઓને આવકારતાં કચ્છની ચાર બાકી માગણીનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે વારંવાર ઊઠતી, નર્મદાનાં સિંચાઇ માટેનાં નહેર વાટેનાં નીર, અદ્યતન આરોગ્ય સુવિધા, આંતરરાષ્ટ્રીય હવાઇમથક અને છેલ્લે ભુજોડી ઓવરબ્રિજનો સમાવેશ કર્યો હતો.આ વાત પરથી નાયબ મુખ્યમંત્રીએ તેમનાં વક્તવ્ય દરમ્યાન કહ્યું કે, તમારા ધારાસભ્યો વાસણભાઇ અને નીમાબેન વારંવાર આ સમસ્યા લઇને આવ્યા જ છે. કોન્ટ્રાકટર નબળો હતો. હવે સ્થાનિકને કામ આપ્યું છે. પછી ખાનગી જમીનને કારણે સંપાદનમાં મુશ્કેલી આવી, પરંતુ હવે બધું ઉકેલાઇ ગયું છે. પ્રશ્ન ભૂલી જાવ. તમે એવા સારા ધારાસભ્યો ચૂંટયા છે, જેઓ સતત માગણી કરે જ છે અને બધી માગણી સંતોષી છે અને શક્ય મદદ કરશું. છેલ્લે સંતોકબેન અને પ્રદ્યુમનસિંહ જાડેજાની માગણી મંજૂર કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer