ગાંધીધામમાં મહિલાની પોણો લાખની ચેઇન ખેંચાઇ

ગાંધીધામ, તા. 8 : શહેરના ભારતનગર જવાના રસ્તે નેહરુ પાર્ક ત્રણ રસ્તા પાસે પગપાળા જતા મહિલાનાં ગળામાંથી રૂા. 78,000ની ચેઈનની ચીલઝડપ કરી બાઇકચાલક નાસી ગયો હતો. શહેરના ભારતનગર ઘનશ્યામ સોસાયટી વોર્ડ-11 બી.એફ.માં રહેતા જયશ્રીબેન પ્રકાશ ઠક્કર નામના મહિલા લીલાશાહ સર્કલ પાસે આવેલા શિવમંદિરે ગયા હતા. જ્યાં વોકિંગ કરી આ મહિલા સાંજે પરત ઘરે આવી રહ્યા હતા. સુંદરપુરી પાણીના ટાંકા બાજુથી આ મહિલા ગૂડલક ફર્નિચર પાસે પહોંચ્યા ત્યારે એક બાઇકચાલક તેમને ભટકાતાં તેઓ રોડની બીજી બાજુએ ચાલ્યા ગયા હતા. આ મહિલા પગપાળા જઇ રહ્યા હતા ત્યારે જે બાઇક તેમનાથી ભટકાઇ હતી તેનો ચાલક પાછળથી આવ્યો હતો અને તેમના ગળામાંથી રૂા. 78,000ની સોનાની ચેઇનની ચીલઝડપ કરી નાસી ગયો હતો. રાડારાડનાં પગલે લોકો એકઠા થઇ ગયા હતા, પરંતુ ત્યાર સુધીમાં બાઇકચાલક સમડી નાસી ગઇ હતી. ગત તા. 4/12ના સાંજે બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer