અસંગઠિત કારીગરોની પેન્શન યોજનાના કાર્ડ કાઢી અપાશે

ભુજ, તા. 8 : `પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના' હેઠળ અસંગઠિત કારીગરો માટેની પેન્શન યોજના હેઠળ જેઓની માસિક આવક રૂા.15000થી ઓછી હોય તથા 18થી 40 વર્ષની ઉમર સુધીના સભ્યો આ યોજનામાં લાભ લઇ શકશે. જેના માટે દરેક સભ્યોએ પોતાના આધારકાર્ડ, મોબાઇલ નંબર તથા બેંકની પાસબુક આર.ટી.ઓ. કચેરી-ભુજ, મોટર વાહન નિરીક્ષકની કચેરી, ગળપાદર રોડ-ગાંધીધામ, કચ્છ જિલ્લા ટ્રક એસોસિયેશન, નળવાળા સર્કલ પાસે, કિસાન લોજ પાછળ, માધાપર હાઈવે, ભુજ-કચ્છના સ્થળે રજૂ કર્યેથી ત્વરિત તેઓને લાભાર્થીનો કાર્ડ કાઢી આપવામાં આવશે. વધુમાં જે તદ્દન આર્થિક રીતે નબળી 1000 વ્યક્તિઓનું પહેલું પ્રીમિયમ, 250 વ્યક્તિઓનું આર.ટી.ઓ. કચેરી-ભુજ, 250 વ્યક્તિઓનું નવઘણભાઇ આહીર (કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિયેશન-ભુજ), 250 વ્યક્તિઓનું ભુજ મોટરિંગ પબ્લિકના પ્રતિનિધિઓ ઉંમર સમા, હિમાંશુભાઇ ગોર, દામજીભાઇ આહીર તથા સંજુભાઇ રામાનુજ તરફથી, 250 વ્યક્તિઓનું ગાંધીધામ મોટરિંગ પબ્લિકના પ્રતિનિધિઓ મુસાભાઇ સમા, રાજેશભાઇ કોટક, યોગેશભાઇ વેદાંત, બી.એ. શાહ તરફથી પહેલું પ્રીમિયમ ભરી અપાશે, તેવું પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer