અંજારથી વરસામેડી સુધી બોગસ દવાખાના-મેડિકલ પર પગલાં ભરો

અંજાર, તા.8 :અહીંથી વરસામેડી સુધી વેલસ્પન કંપની આસપાસ ચાલતા બોગસ દવાખાના અને મેડિકલો ઉપર તાત્કાલિક તપાસ કરવા અને બંધ કરાવવા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મેડિકલ ઓફિસરને રજૂઆત કરાઇ હતી. ઉપરોકત સ્થળે લાંબા સમયથી ડિગ્રી વગરના  ડોક્ટરોના તેમજ અંજારથી વરસાણા સુધી પીએમપી (પ્રાઇવેટ મેડિકલ પ્રેકિટસ) નામથી બોગસ હોસ્પિટલો અને મેડિકલોનો રાફડો ફાટ્યો છે અને લોકોની જિંદગી સાથે ભંકર ચેડાં કરી સ્વાસ્થ્ય સાથે ગંભીર પ્રકારની હાઇપાવરવાળી દવાઓ આપી જિંદગીને જોખમમાં મૂકી રહ્યા?છે. હાલમાં ડેંગ્યુ જેવી બીમારી ફેલાતાં આવી હોસ્પિટલો અને તબીબને બખ્ખા થઇ પડયા હતા. તેમ છતાં મેડિકલ ઓફિસરો જાણે કાંઇ જાણતા જ ન હોય એમ આંખ આડા કાન કરી રહ્યા છે. બોગસ દવાખાના અને મેડિકલોના જવાબદારો ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય પક્ષોના સક્રિય સભ્યો બની બેઠા છે. આ અંગે તાલુકા પ્રમુખ કરસનભાઇ રબારીએ લેખિતમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, મેડિકલ ઓફિસરો દ્વારા તપાસ કરી કાયદેસરની ફરિયાદ દાખલ કરવા અને બોગસ દવાખાનાઓ અને મેડિકલો બંધ કરાવવા તેમજ ડોક્ટરોની જે જગ્યાઓ ખાલી પડી છે તે ડિગ્રીવાળા ડોક્ટરોને સોંપવા માંગ કરી અન્યથા નાછૂટકે અંજાર તા. કોંગ્રેસ સમિતિ દ્વારા ઝુંબેશ ઉપાડાશે તેમ ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer