મીઠી રોહર સીમમાં છ જુગારી 6.57 લાખની માલમતા સાથે ઝડપી પડાયા

ગાંધીધામ, તા. 8 : તાલુકાના મીઠી રોહરની સીમમાં યાદવ પાર્કિંગની ઓફિસ બહાર જાહેરમાં જુગાર રમતાં 6 શખ્સની પોલીસે ધરપકડ કરી રોકડ રૂા. 34,600 જપ્ત કર્યા હતા. મીઠી રોહર સીમમાં રિશી કિરવા રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટ પાછળ યાદવ પાર્કિંગની ઓફિસ બહાર પોલીસે છાપો માર્યો હતો. અહીં જાહેરમાં પતા ટીંચતા સામજી દાના બોરિચા (આહીર), હસમુખ નાનજી સુથાર, અસગર આમદ સોઢા, કરીમ હાસમ સોઢા, મહાદેવા કાના બાબરિયા (આહીર) અને કાનજી નારાણ બોરિચા (આહીર) નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 34,600 તથા બાઇક નંબર જીજે- 12-ઇએ-0321, કાર નંબર જીજે- 12-ડીએસ- 5577, બાઇક નંબર જીજે- 12-સીએસ- 1128, બાઇક નંબર જીજે- 12-ડીપી- 6510 તથા 6 મોબાઇલ એમ કુલ્લ રૂા. 6,55,600નો મુદામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer