ત્રીઓની સલામતી માટે કડક કાયદાની કચ્છ અસ્મિતા મંચની માંગ

ભુજ, તા. 8 :ત્રીઓની સલામતી માટે કેન્દ્ર સરકાર કડક કાયદો બનાવે તેવી માંગ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખાયેલા આવેદનપત્રમાં કચ્છ અસ્મિતા મંચે કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ત્રીઓ ઉપર અને નાની કુમળી વયની બાળાઓ પર છાશવારે ગેંગરેપની ઘટનાઓ બનતી રહે છે. રાજકોટમાં 8 વર્ષની બાળા પર જે રીતે નરાધમ દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું છે.  જેને કચ્છ અસ્મિતા મંચે શખત શબ્દોમાં વખોડી આરોપીને ફાંસીની સજા સિવાય બીજી કોઈ સજા ન અપાય તેવી માંગ કન્વીનરો કપીલ મહેતા, અનિલ ડાભી, પ્રજ્ઞેશ ચોથાણી, યોગેશ અબડા, સહિતના હોદ્દેદારો વતી કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer