માંડવી બાર એસો.ની 6 જગા માટે 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

માંડવી, તા. 8 : માંડવી બાર એસોસિયેશનની વર્ષ 2020 અને 2021 માટેની પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સહમંત્રી, ખજાનચી અને લાયબ્રેરીયન એ રીતે દરેક હોદ્દા માટે 1-1 જગ્યા ભરવા માટે આજે ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખે કુલ્લ 6 જગ્યા માટે 20 ઉમેદવારોનાં ફોર્મ ભરાયાં છે. ચૂંટણી કમિશનર અરવિંદસિંહ આર. જાડેજા અને અલ્તાફ હુશેન નારેજાએ જણાવ્યું હતું કે, આમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો, ઉપપ્રમુખ પદ માટે સાત, મહામંત્રી માટે ત્રણ, સહમંત્રી માટે ચાર, ખજાનચી માટે એક જ, લાયબ્રેરીયન માટે 2 મળી કુલ્લે 20 ઉમેદવારો ઉપરાંત કારોબારી સભ્યો માટે અગિયાર ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તા. 9-12 સુધી છે. ચકાસણી તા. 10-12ના થશે અને તા. 11-12ના ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થશે. ચૂંટણી તા. 21-12ના સવારે 10થી 4 વાગ્યા સુધી માંડવી ન્યાય મંદિરના ગ્રાઉન્ડ ફલોરમાં લાયબ્રેરી રૂમમાં થશે. અને 4 વાગ્યે મતદાન પૂર્ણ થયે તે જ સ્થળે મતગણતરી થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer