બીજા અને અગિયારમા વોર્ડના આયોજનબદ્ધ વિકાસ અંગે પરામર્શ

ભુજ, તા.8 : પોતાના વિસ્તારના વિકાસ માટે જ્યારે નાગરિકો જાગૃત બને અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે આગેવાની લેતા થાય ત્યારે સાચો અને સર્વાંગી વિકાસ શક્ય બને છે. ભુજના વોર્ડ નંબર 2 અને 11ના જાગૃત નાગરિકો અને વોર્ડ સમિતિના સભ્યો તેમજ નગરસેવકોએ પોતાના વોર્ડનું સર્વાંગી વિકાસનું આયોજન તૈયાર કરી તંત્ર સમક્ષ મૂકવા માટે એક કાર્યક્રમ આયોજિત કરાયો હતો. નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં છેલ્લા છ મહિનામાં ઉપરોક્ત વોર્ડમાં  સમિતિના સભ્યો, નગરસેવકો અને નાગરિકોના મંતવ્ય સાથે એકત્રિત કરેલી માહિતીના આધારે બનાવાયેલું આયોજન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. શહેરમાં ચાલતા `હોમ્સ ઇન ધ સિટી' પ્રકલ્પ અંતર્ગત કાર્યરત સંસ્થાઓ સેતુ અભિયાન, કેએમવીએસ, સહજીવન, એક્ટ તથા હુન્નરશાળાના સંયુક્ત ઉપક્રમે  વોર્ડના સર્વાંગી વિકાસનું આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું. એચઆઇસીના કો-ઓર્ડિનેટર અસીમ મિશ્રાના માર્ગદર્શન સાથે ભાર્ગવ પંડિત, પ્રાચી પટેલ અને જય અંજારિયાએ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું. આયોજન રજૂ કર્યું હતું. વોર્ડ સમિતિના અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. અર્બન સેતુના વિશ્રામ વાઘેલાએ હેતુ સ્પષ્ટ કર્યો હતો.  નગરસેવક અશોકભાઇ પટેલ, કાસમભાઇ કુંભાર, આઇશુબેન સમા   સમિતિના સદસ્યા મંજુલાબેન ગોરે વોર્ડમાં થયેલી કામગીરી રજૂ કરી હતી. અરુણભાઇ વચ્છરાજાની, ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય, લતાબેન સોલંકી, નીતિનભાઇ બોડાતે પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું હતું. કાર્યક્રમમાં અજય ગઢવી, મનુભા જાડેજા, પુનિતાબેન ચૌહાણ, ફકીરમામદ કુંભાર, મુસ્તાક હિંગોરજા, ગનીભાઇ કુંભાર,  મનીષ આચાર્ય વિ. ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મામદ લાખા અને આભારવિધિ અરવિંદ મહાબોધીએ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer