માંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી

માંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી
રમેશ ગઢવી દ્વારા-
કાઠડા (તા.માંડવી), તા.6 : સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. જે માટે ઓક્ટોબર માસમાં નોંધણી હાથ ધરાઈ હતી, જેમાં એક મહિનામાં 442 ખેડૂતોએ માંડવી તાલુકા નામ નોંધણી કરાવી, જે એ.પી.એમ.સી. માંડવી ખાતેના પૂરવઠા નિગમ મારફતે 17 દિવસમાં 22,400 કિલોની મગફળી ખરીદી કરાઈ હતી. 40 કિલોના રૂા. 2036ના ભાવે ખરીદી કરાય છે, જેના માટે 7/12, 8-અ અને બેન્ક પાસબુકની નકલ અગાઉથી જ રજૂ કરવી પડતી હતી જેથી જે ખેડૂત મગફળી લઈ આવે ત્યારે નીતિ-નિયમ મુજબ ક્વોલિટી હોય વજન થઈ ગયા બાદ તેના ખાતામાં જમા કરાવી દેવાય છે. બધુ ઓનલાઈન અને નાયબ મામલતદાર, વિસ્તરણ અધિકારી, એ.પી.એમ.સી. ઈન્સ્પેક્ટર, ગ્રામસેવક, હોમગાર્ડના 3 સભ્યો અને પૂરવઠા નિગમ અધિકારીની હાજરીમાં જ પ્રક્રિયા કરાય છે તેવું પુરવઠા નિગમ માંડવીના અધિકારી મોહનભાઈ પટેલે કહ્યું હતું. તાલુકા કિશાન સંઘના પ્રમુખ પરસોત્તમભાઈ પોકારે આ વ્યવસ્થા આયોજનને બિરદાવતા કહ્યું હતું કે, બધુ ઝિણવટપૂર્વક અને આયોજન વ્યવસ્થાથી ખરીદી કરાય છે, પરંતુ ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરાયું જેના માટે પ્રચાર-પ્રસાર વધારવો જોઈએ, જેથી તાલુકાના છેવાડાના ગામડાના ખેડૂતોને પણ પૂરતા ભાવ મળી રહે અને આ ખરીદીમાં એક ખેડૂત દીઠ 2490 કિલ્લો જ મગફળી ખરીદવી તો અમુક ખેડૂતો પાસે એક બે ગુણી વધે તો તેને ખેડૂતોને પાછી લઈ જવી પણ નથી પરવડતી અને થોડીક વધતી હોય તો ખરીદી કરવા કહ્યું હતું. જે પુરવઠા અધિકારી શ્રી પટેલે જણાવ્યું હતું કે સરકારના નિયમ મુજબ જ ખરીદી કરાશે અને બધી પ્રક્રિયા ઓનલાઈન હોતા તેમાં કાંઈ-પણ ફેરફાર થઈ શકે તેમ ન હોતાં અમો નિયમ મુજબ જ કામ કરશું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer