લંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે

લંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે
ભુજ, તા. 6 :`સેલ્ફી' લેવાની ઘેલછા આજની યુવા પેઢીમાં જબરી છે, ત્યારે તેનો ઉપયોગ આત્મવિશ્વાસ વધારવા માટે કરવો જોઈએ, તેવો સંદશે લંડન વસતી અને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર નોંધપાત્ર ફોલોઅર સમુદાય ધરાવતી `સેલ્ફી ક્વીન' તરીકે ચાહના મેળવનારી કચ્છી યુવતી અનિતા પ્રકાશ હાલાઈએ આપ્યો છે. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા આવેલી દહીંસરાના પરિવારની અનિતા યુકેમાં સોલિસીટર તરીકે સંપત્તિઓના કાયદાના ક્ષેત્રે સક્રિય છે. `સેલ્ફી'થી સદાય હસતા રહેવા અને સૌને હસતા રાખવાનું તત્ત્વજ્ઞાન કેળવવાની શીખ આપતાં અનિતા કહે છે કે, સેલ્ફીમાં એવી શક્તિ છે, જે પોઝ લેનારી વ્યક્તિને કમસે કમ સેલ્ફીની ક્ષણો પૂરતી હસતી કરી દે છે. લંડનમાં જન્મેલી મૂળ કચ્છી પરિવારની યુવતી કહે છે કે, ગુજરાતી ભાષા શીખી છું, ભારતમાં આવું ત્યારે મળતા પ્રેમમાંથી મારા દેશના સંસ્કારો સાથે જોડાવાની પ્રેરણા મને સતત મળતી રહે છે. વચનામૃતની સ્વામિનારાયણ ભગવાનની વાણી ગીતાની જેમ જીવન  જીવતાં શીખવે છે તેવું અનિતા કહે છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer