શિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા

શિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા
ગાંધીધામ, તા. 6 : તાલુકાના શિણાય યદુવંશી સોરઠિયા સમાજ અને યદુવંશી સોરઠિયા યુવા મંડળ દ્વારા  બેદિવસીય સમૂહલગ્ન અને સરસ્વતી સન્માન સમારંભ ઉમંગભેર યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકો  ઉપસ્થિત રહ્યા હતા. સમૂહલગ્ન સમારંભમાં 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. આ વેળાએ ગુરુકુળ સ્વામિનારાયણના સંતોએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.આ આયોજનમાં દાતા પ્રેમજીભાઈ સેજાભાઈ આણંદભાઈ પરિવારના હરિલાલભાઈ, દીપકભાઈ સહિતના હાજર રહ્યા હતા. સરસ્વતી સન્માન કાર્યક્રમમાં પ્રારંભમાં વીડી હનુમાન ગુફાના મહંત રામાધાર શાત્રીજીના હસ્તે દીપપ્રાગટય કરાયું હતું. આ અવસરે દાતા પરિવારના ભીમજીભાઈ વાણિયા (સરસ્વતી કન્સ.), ગિરધરભાઈ વાઘમશી, સમાજના પાંચ ગામોના પ્રમુખ જેન્તીભાઈ હડિયા, પ્રેમજીભાઈ પેડવા, માવજીભાઈ વાણિયા, શામજીભાઈ બાંભણિયા, નાનજીભાઈ કાતરિયા, સલાહકાર ભીમજીભાઈ ડાયા, સંજયભાઈ સોરઠિયા, ભીમજીભાઈ  વેલજીભાઈ, શિણાયના સરપંચ ગોપાલભાઈ  હડિયા, સી.એ. માવજીભાઈ સોરઠિયા વગેરેના હસ્તે બાળમંદિરથી કેલેજ સુધીના તેજસ્વી તારલાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમાજના  વિદ્યાર્થીઓએ  અવનવી કૃતિઓ રજૂ કરી હતી. સમાજના જરૂરતમંદોને સ્કોલરશિપ, કન્યાઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ, સુકન્યા  સમૃદ્ધિ યોજના માટે ખાતાં ખોલવા સહિતની ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તેવી વિગતો અપાઈ હતી. સમગ્ર આયોજનમાં  પ્રમુખ હરિલાલભાઈ, પ્રવીણભાઈ, દીપકભાઈ, સુનીલભાઈ, ભરતભાઈ, સુરેશભાઈ, ચંદ્રેશભાઈ, મહિલા મંડળના દેવુબેન વગેરેએ સહકાર આપ્યો હતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer