બાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ

બાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ
ગાંધીધામ, તા. 6 : બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 63મી પુણ્યતિથિ નિમિત્તે અનુસૂચિત જાતિના વિવિધ સમાજોએ તેમને શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા હતા. શહેરનાં આંબેડકર સર્કલ ખાતે આજે સવારે જ્ઞાનના પ્રતીક એવા બાબાસાહેબની પ્રતિમાને ફૂલમાળા પહેરાવવામાં આવી હતી. જય ભીમના નારા બાદ બે મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ વેળાએ મિણબત્તી પ્રગટાવી તથા તેમણે આપેલા વિચારો ઉપર ચાલવા અપીલ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ કાનજીભાઇ ભર્યા, સમસ્ત ગાંધીધામ મહેશ્વરી સમાજના કાર્યકારી પ્રમુખ, હીરાભાઇ ધુવા, મહામંત્રી જીવરાજભાઇ ભાંભી, રામચન્દ્ર સોધમ, પોપટભાઇ કન્નર, નાગશીભાઇ નોરિયા, ખીમજીભાઇ થારૂ, જગદીશભાઇ દાફડા, કિશોરભાઇ કોચરા, કાનજી સોલંકી, કરસન ધુવા, નરેશ ફમા, રાયશી ગડણ તથા અહીંના રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજનાં પ્રમુખ માલશીભાઇ પરમાર, ઉપપ્રમુખ પ્રવીણભાઇ વાઘેલા, રમેશભાઇ સોલંકી, મહામંત્રી અમરતભાઇ પરમાર, ભીમશક્તિ યુવા ગ્રુપના પ્રમુખ દિલીપભાઇ ભટ્ટી, સંજય મૂછડિયા, મુકેશ પરમાર, ડાયાભાઇ ગોહિલ, આંબાભાઇ મેરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  કંડલાપોર્ટ એન્ડ ડોક એસ.સી.એસ.ટી. એપ્લોઇઝ યુનિયન દ્વારા મહામાનવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ કરુણાવિહાર કન્યા સદનની વિદ્યાર્થિનીઓ દ્વારા બુદ્ધવંદના સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે યુનિયનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વાલજીભાઇ દનિચા, કરસન એ. ધુવા, ગજેન્દ્ર પ્રસાદ, ઉત્તમ વિસરિયા, કૈલાસ સાસિયા, વિનોદ શાહ, ધનરાજ બોચિચા, કે. જે. પંડયા, હર્ષદ દનિચા, મહેન્દ્ર કોચરા વગેરે હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer