ડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન

ડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન
ભુજ, તા. 6 : બંધારણના ઘડવૈયા એવા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના 64મા નિર્વાણદિન નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા પક્ષોએ કાર્યક્રમ યોજી ડો. આંબેડકરે રાષ્ટ્ર નિર્માણ માટે ચીંધેલા રાહ પર ચાલવાનું આહ્વાન કરાયું હતું. આ પ્રસંગે ડો. આંબેડકરને આધુનિક ભારતના પ્રણેતા ગણાવી તેમના આદર્શોને અનુસરવાની અપીલ કરાઇ હતી. તો રાપર ધારાસભ્ય સંતોકબેન ભચુભાઇ આરેઠિયા અને રાપર કોંગ્રેસ પરિવાર દ્વારા ડો. બી. આર. આંબેડકરસાહેબના નિર્વાણદિન નિમિત્તે રાપર કોર્ટ રોડ સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરાયા હતા. રાપર ધારાસભ્યે જણાવ્યું હતું કે, બાબાસાહેબને લોકો ક્યારે ભૂલી નહીં શકે. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ સામે બાબાસાહેબની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ?કરાયા હતા. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ ડો. બાબાસાહેબ આંબેડકરના પગલે પગલે ચાલી દેશના નિર્માણના કામે લાગી જવા જણાવી આ સંવિધાનને વૈશ્વિક સ્તરે ઉત્તમ ગણાવ્યું હતું. બાદ જ્યુબિલી ગ્રાઉન્ડથી રેલી સ્વરૂપે પક્ષના આગેવાનોએ  સંવિધાન બચાવો દેશ બચાવો, બાબાસાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ 6ઠ્ઠી ડિસેમ્બર ડો. બાબાસાહેબના નિર્વાણદિનના સંદેશમાં ડો. આંબેડકરની રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને આજના સમૃદ્ધ ભારતની હરણફાળ પ્રગતિમાં ડો. આંબેડકરનો સવિશેષ ફાળો રહ્યો છે તેવું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અમીરઅલી લોઢિયા, ડો. રમેશ ગરવા, ધીરજ રૂપાણી, ગનીભાઇ કુંભાર, પ્રાણલાલ ગરવા, દાનાભાઇ બડગા, અશરફ સૈયદ, ફકીરમામદ કુંભાર સહિતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કચ્છ જિલ્લા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખ ડો. શૈલેશ જોશી, જિલ્લા મહામંત્રી હસન સુમરા, ઉપપ્રમુખ પરીક્ષિત બિજલાણી, પ્રવકતા ભંવરલાલ સુથાર, રાપર તાલુકાના પ્રમુખ અખેરાજ વાઘેલા, માંડવી તાલુકા પ્રમુખ ગાંગજી સીરોખા, જિલ્લા  મંત્રી મુકેશ ભાનુશાલી સહિતે શ્રદ્ધાંજલિ અર્પી હતી. પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઓસ્લો સર્કલ ગાંધીધામ ખાતે પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. જિલ્લા પ્રભારી કે. કે. અન્સારી, જિલ્લા પ્રમુખ રોશનઅલી સાંધાણી, મહામંત્રી સમીર દુધાની, મંત્રી શ્યામ પ્રજાપતિ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. નેહરુ યુવા કેન્દ્ર ભુજ ગુજરાત યુવા મંચ, નામો યુવક મંડળ, સ્વામી વિવેકાનંદ સંસ્થાના સંયુકત ઉપક્રમે અંજલિ આપવાનો કાર્યક્રમ અંજારમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુવાનોના તથા અંજાર નગરપાલિકાના પાણી પુરવઠા સમિતિના ચેરમેન અશ્વિન પંડયા ઉપસ્થિત રહ્યા હતા. કલ્પેશભાઇ મરંડે ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડયો હતો. દેવજીભાઇ રાઠોડે ડો. બાબાસાહેબના જીવનમાંથી પ્રેરણા લેવા લોકો અનુરોધ કર્યો હતો. આ ભાવાંજલિ કાર્યક્રમમાં ભુજ નેહરુ યુવા કેન્દ્રમાંથી જય પ્રજાપતિ, બ્રિજેશભાઇ જોગી તથા રાષ્ટ્રીય યુવા એવોર્ડી વિજય રાવલે જણાવ્યું હતું કે,  બાબાસાહેબ આંબેડકરનું સૂત્ર સંગઠિત બનવાની અને શિક્ષિત બનવાની જવાબદારી યુવાનોની છે. મુંદરામાં શક્તિનગર ચકરા પાસે નાના કપાયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વાલબાઇ સોધમ, પૂર્વ સરપંચ શામજીભાઇ સોધમ, સુરેશ ફફલ, સકુર સુમરા સહિતનાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અંજલિ અર્પણ કરી હતી. દેશના પ્રથમ કાયદામંત્રી ડો. બાબાસાહેબ આંબેડકરની 64મી  મહાનિર્વાણ તિથિ નિમિત્તે કચ્છ જિલ્લા એસ.સી. મંડળના અધ્યક્ષ ભરત વાણિયાએ  બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી સમગ્ર શિક્ષક સમાજ દ્વારા અંજલિ આપવામાં આવી હતી. ભચાઉ તાલુકા અને કચ્છની તમામ શાળાઓમાં સંવિધાન નિર્માતાને અંજલિ આપવામાં આવી હતી. ભચાઉ કન્યાશાળામાં બાબાસાહેબના કાર્યો અને હિન્દુ કોડબિલ વિશે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ હેલી રાઠોડ, દરજી ધ્રુવી, જાડેજા રાજવીબા, ખત્રી સાનિયા, પાયલ રબારી વિજેતા બની હતી. કચ્છ જિલ્લા એસ.સી./એસ.ટી. શિક્ષક મંડળના અધ્યક્ષ ભરત વાણિયાએ જણાવ્યું હતું કે, બે વર્ષ, અગિયાર મહિના અને અઢાર દિન ઉજાગરા કરી દુનિયાનું સૌથી મોટું સંવિધાન બનાવ્યું છે. ડ્રાફ્ટ કમિટીમાં સાત સભ્યો હતા, પણ બાબાસાહેબે એકલે હાથે સંવિધાન નિર્માણ કર્યું હતું. વિપુલભાઇ પટેલ, સંગીતાબેન પટેલ, અલ્પેશ પટેલ, રાકેશ પટેલ, હંસાબેન સન્યાલ, હેમલતાબેન પરમાર, રંજનબેન પરમાર હાજર રહ્યા હતા. કંડલા પોર્ટ અને ડોક કર્મચારી યુનિયન આયોજિત કાર્યક્રમમાં યુનિયનના પ્રમુખ અને માજી ધારાસભ્ય વાલજી દનિચાએ ખાસ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ?કરેલ હતી. આદિપુરની કરુણા વિહાર કન્યા હોસ્ટેલની  વિદ્યાર્થિનીઓ દ્વારા બુદ્ધ વંદના તેમજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંડલા પોર્ટ એન્ડ ડોક એસ.સી./એસ.ટી. એમ્પ્લોયસ યુનિયનના કરસન એ. ધુઆ- મહામંત્રી, ઉપપ્રમુખ ગજેન્દ્ર પ્રસાદ, ઉત્તમ વિશરિયા, કૈલાસ સાસિયા, વિનોદ શાહ, ધનરાજ બોચિયા, કે. જે. પંડયા, હર્ષદ દનિચા, મહેન્દ્ર કોચરા વગેરે કાર્યકર્તા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ?કરવામાં આવી હતી. ગાંધીધામ કોમ્પ્લેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખ હીરાભાઇ ધુઆ, મહામંત્રી જીવરાજ મહેશ્વરી, મહામંત્રી બીએસપીના પ્રમુખ કિશોર કોચરા તેમજ વિવિધ સમાજના આગેવાનો/કાર્યકરો હાજર રહ્યા હતા.ભુજ શહેર મેઘમારૂ યુવા જાગૃતિ મંડળે ડો. બાબા આંબેડકરસાહેબની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. અ.જા. સમાજના ભાઇઓ તથા બહેનોને ડો. બાબાસાહેબના વિચારો પ્રમાણે ચાલવું તેમજ તેમના સૂત્રો સંગઠિત બનો, સંઘર્ષ કરો, શિક્ષણ પ્રત્યે આગળ વધો તેવી સમજણ આપવામાં આવી હતી. મંડળના પ્રમુખ ગૌતમ પરમાર, મંત્રી મોહન પરમાર, માજી પ્રમુખ રાજાભાઇ થાવર પરમાર, પચાણ વીરા સંજોટ હાજર રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer