વિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ

વિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ
ભુજ, તા. 6 : તાજેતરમાં વિહાર સેવા ગ્રુપ ભુજ દ્વારા નવતર પ્રયોગ કરાયો હતો. જેમાં વિહાર કરતા સંતોને નડતા અકસ્માતોને પગલે વાહનચાલકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ કરાયા હતા. સાધુ-સાધ્વીજીઓ ચોમાસુ પૂર્ણ થયા બાદ `સાધુ તો ચલતા ભલા' એ ઉક્તિ સાર્થક કરતા એક ગામથી બીજા ગામ સતત વિચરતા રહે. જૈન સાધુ માત્ર ચોમાસાના ચાર માસ કોઈ એક સ્થાને સ્થિર વાસ કરે છે ત્યારબાદ ગામેગામ ફરતા રહે અને તે પણ પગે ચાલીને જ જાય. આજના આ ફાસ્ટ યુગમાં વાહનોની પણ રફતાર વિશેષ હોય છે. જેથી વિહાર કરતા સંતોને અવારનવાર અકસ્માત નડે છે. જેથી ટ્રક તથા બસ ચાલકોમાં આ અંગે જાગૃતિ લાવવા તેમજ સંતોના વિહારમાં સહયોગ આપવા ભુજના વિહાર સેવા ગ્રુપના યુવાનોએ વિવિધ બેનરો સાથે લાડુના બોક્સ ડ્રાઈવરોને વિતરીત કરી સંતો વિશે અવગત કરી તેમનું ધ્યાન રાખી ટ્રક તથા બસ ચલાવવા અનુરોધ કર્યો હતો.અંદાજે ચારસો ઉપરાંત ટ્રક તથા બસચાલકોને રૂબરૂ સમજ આપી સામખિયાળી હાઈવે પર લાડુના બોક્સનું વિતરણ કર્યું. જેમાં સામખિયાળી ટોલનાકાના અધિકારીનો પણ સહયોગ સાંપડયો હતો. ગ્રુપના યુવાનોએઁ વહેલી સવારથી હાઈવે પર ઊભા રહી કામગીરી કરી હતી અને સમગ્ર પ્રોજેક્ટ સ્વખર્ચે પાર પાડયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer