કચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન

કચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન
કોડાય (તા. માંડવી), તા. 6 : તાજેતરમાં ચિત્રકૂટધામ (તલગાજરડા) ખાતે જાણીતા કથાકાર મોરારિબાપુના હસ્તે ગુજરાતના પ્રાચીન ભજન, સાહિત્ય, સંતવાણી ગાયકો, વાદકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનના કાર્યક્રમમાં જાણીતા ભજનિક હેમંત ચૌહાણ (રાજકોટ), ચતુરસિંહ જાડેજા (તબલાવાદક-ભુજ), વિજય-ભાઇ મકવાણા (બેન્જોવાદક), રતનભારથી ગોસ્વામી (મંજીરાવાદક-માંડવી)ને સંતવાણી એવોર્ડ અપાયા હતા.રતનભારથી વિશ્રામભારથી ગોસ્વામી મૂળ પાંચોટિયાના છે.તેઓ સંતવાણીમાં ચાલીસ વરસથી મંજીરાવાદકની સેવા આપી રહ્યા છે. આ કળામાં તેમનું માનપૂર્વક નામ લેવામાં આવે છે. તેઓએ કાંદિવલીમાં પૂ. કાનદાસબાપુના આશ્રમથી બાળકાળથી મંજીરાવાદનની શરૂઆત કરી હતી. તેમના મંજીરાવાદનમાં સૂર, તાલ, લયની ખૂબ પકડ હોય છે. પૂ. કાનદાસબાપુ, પૂ. નારાયણ સ્વામી બાપુથી કરીને આજ દિવસ સુધી નામી-અનામી, કચ્છ-સૌરાષ્ટ્રને અને મુંબઇના કલાકારો સાથે મંજીરા વગાડી ચૂક્યા છે.કચ્છના દેવરાજ ગઢવી (નાનો દેરો) તેમજ સાથી કલાકારોએ શુભેચ્છા અને અભિનંદન વ્યક્ત આપ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer