માસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ

માસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ
ભુજ, તા. 6 : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં બે વર્ષના બાળકની શ્વાસનળીમાં અટકી ગયેલા સીતાફળનાં બીજથી તેનું ફેફસું કામ કરતુ બંધ થાય તે પહેલાં જ શિફતપૂર્વક બહાર કાઢી બાળકને મોતના મુખમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. હોસ્પિટલનાં એડિશનલ મેડિ. સુપ્રિ. તથા કાન,નાક અને ગળા વિભાગના વડા ડો. નરેન્દ્ર હીરાણીનાં જણાવ્યા અનુસાર ભુજના બે વર્ષના કિશન પટ્ટણીને શ્વાસમાં તકલીફ થતાં હોસ્પિટલમાં લાવવામા આવ્યો હતો. તેની તકલીફ જોતાં સી.ટી. સ્કેન કરાવતાં જમણી બાજુની શ્વાસનળીમાં ટુકડો ફસાયેલો જણાતાં દર્દીને તાત્કાલિક બેભાન કરીને શ્વાસનળીમાંથી દૂરબીનનાં સહારે ઓપરેશન કરી ફસાયેલી વસ્તુ બહાર કાઢવામાં આવી હતી. આ વસ્તુ સીતાફળનું બી હોવાનું જણાયું હતું. ડો. હીરાણી સાથે આ ઓપરેશનમાં આસી. પ્રો. ડો. અજિત ખીલનાની, આસી. પ્રો. ડો. રશ્મિ સોરઠિયા તેમજ એનેસ્થેસિયા વિભાગના વડા ડો. રામનંદન પ્રસાદ, ડો. નિરાલી ત્રિવેદી અને ડો. પૂજા ગોસ્વામી જોડાયા હતા. આ ઓપરેશન પછી બે દિવસ સુધી બાળકને આઈ.સી.યુ.માં ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યું હતું. જેની સંભાળ આસી. પ્રો. અને બાળરોગ નિષ્ણાંત ડો. એકતા આચાર્યે લીધી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer