રૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો

રૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો
નખત્રાણા, તા.6 : ડુંગળીનો છૂટકભાવ 100 થઈ જતાં નિયંત્રણ રાખવાના સંદર્ભથી મામલતદાર દ્વારા છૂટક અને જથ્થાબંધ વેપારીઓ સાથે બેઠક યોજી ભાવ નિયંત્રણ અને પૂરતો પુરવઠો લોકોને મળે તે જોવા સૂચના આપી હતી. મામલતદાર પ્રવીણસિંહ  જેતાવતે યોજેલી બેઠકમાં પુરવઠા મામલતદાર મીનાબેન રાઠી, ડુંગળીના વેપારીઓ સી.આર. ઠક્કર, ડી.બી. વેલાણી,  અજય ઠક્કર, ભરત વાળંદ અને કિરણ પટેલ હાજર રહ્યા હતા. વેપારીઓએ સમસ્યા વર્ણવતાં જણાવ્યું કે, ડુંગળીના અસહ્ય ભાવ, આથી રોકાણ માત્ર 4થી 5 બાચકાનું કરાય છે જેથી સ્ટોકની તકલીફ સર્જાય છે. અધિકારીઓએ જથ્થાબંધમાં રૂા. 80 કિલો આવતી ડુંગળી રૂા. 100ના ભાવે વેચાય છે તેના બદલે વાજબી-ઓછા ભાવ રાખવા ભલામણ કરતાં પ્રતિભાવમાં વેપારીઓએ પુરવઠા તંત્રને સહયોગ આપવાની ખાતરી આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer