ભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે ?

મેલબોર્ન, તા.6: ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) 2020માં ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં એક નહીં બે ડે-નાઇટ ટેસ્ટ રમવાનો બીસીસીઆઇને અનુરોધ કર્યો છે. બન્ને બોર્ડના અધિકારીઓ વચ્ચે જાન્યુઆરીમાં રમાનારી ત્રણ મેચની વન ડે શ્રેણી દરમિયાન આ ટેસ્ટ સિરીઝની રૂપરેખા પર વાતચીત થશે. રિપોર્ટ અનુસાર કોલકતામાં બાંગલાદેશ વિરુધ્ધની ડે-નાઇટ  ટેસ્ટમાં ભારતની જીત બાદ ક્રિકેટ  ઓસ્ટ્રેલિયા આ પ્રસ્તાવને લઇને ઉત્સાહિત છે. સીએના અધ્યક્ષ અર્લ અડિંગ્સની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળ 14 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલ બન્ને દેશ વચ્ચેની વન-ડે શ્રેણી દરમિયાન બીસીસીઆઇના અધિકારીઓને મળશે. અડિંગ્સે કહયું છે કે ભારતમાં પહેલી ડે-નાઇટ ટેસ્ટની સફળતા બાદ ભારત ઓસ્ટ્રેલિયામાં પણ ગુલાબી દડાથી રમવાનું પસંદ કરશે. અમે એક નહીં બે મેચ રમવાનું આમંત્રણ બીસીસીઆઇને આપશું. અમે આવતા વર્ષે ભારત પ ટેસ્ટ રમવા ઓસ્ટ્રેલિયા આવે તેવું ઇચ્છીએ છીએ. જેમાંની બે મેચ ડે-નાઇટ હોય શકે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer