ગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે

નવી દિલ્હી, તા. 6 : ટીમ ઇન્ડિયાનો પૂર્વ ઓપનિંગ બેટસમેન ભાજપનો સાંસદ ગૌતમ ગંભીર આઇપીએલની ફ્રેંચાઇઝી દિલ્હી કેપિટલનો સહમાલિક બની શકે છે. આ મામલે ગંભીર પાછલા બે મહિનાથી જીએમઆર ગ્રુપ સાથે વાટાઘાટ કરી રહયો છે. દિલ્હી કેપિટલમાં જીએમઆર ગ્રુપની પ0 ટકા હિસ્સેદારી છે. બાકીના પ0 ટકાની હિસ્સેદારી જેએસડબ્લ્યૂ સ્પોર્ટસની છે. રિપોર્ટ અનુસાર ગૌતમ ગંભીર અને જીએમઆર ગ્રુપ વચ્ચે ડિલ પાકી થઇ ગઇ છે. ફકત આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મંજૂરી મળવાનો ઇંતઝાર છે. ગંભીર દિલ્હી કેપિટલમાં 10 ટકાનો હિસ્સો મેળવવા ઉત્સુક છે. જેની કીંમત લગભગ 100 કરોડ જેવી છે. જેએસડબ્લ્યૂ સ્પોર્ટસ ગ્રુપે ગયા વર્ષે પપ0 કરોડ રૂપિયામાં પ0 ટકાની હિસ્સેદારી લીધી હતી. આ પછી ટીમનું નામ દિલ્હી ડેર ડેવિલ્સમાંથી બદલીને દિલ્હી કેપિટલ થયું હતું. જો કે આ મામલે હજુ સુધી ગૌતમ ગંભીરે કોઇ ખુલાસો કર્યો નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer