સામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ

સામખિયાળી, તા. 6 : સામખિયાળી નજીક કાર્યરત એસ.એન્ડ ટી. કંપની દ્વારા સંચાલિત ટોલગેટ પર સર્વિસ રોડ આપવા કલેકટર સમક્ષ ગ્રામ પંચાયતે માગણી કરી હતી. સરપંચ સતીબેન લાખાભાઈ બાળા તથા ગ્રામજનોએ કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ટોલગેટ ગામથી 500 મીટરના અંતરે છે. તથા આ ટોલગેટથી આગળ સામખિયાળી ગામના ખેડૂતોની ઘણી જમીન છે. આગળ બે મોટી કંપની આવેલી છે. તથા ટૂંકા અંતરમાં ગામડાંઓ આવેલા છે. જેમાં રોજના ઘણા બધા સામખિયાળીના લોકોની અવરજવર રહે છે અને આ ટોલ રોડનો નજીવો ઉપયોગ વાહન ચાલકો કરે છે. અગાઉ સર્વિસ રોડ બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી છે. તથા વર્ષ 2016માં સંપૂર્ણ ગામ બંધ રાખી સર્વિસ રોડની માગણી પણ કરવામાં આવી હતી.પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ  અસરકારક  પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે  અવારનવાર   ઘર્ષણ  તથા ટ્રાફિકજામ જેવા બનાવો બનતા રહે છે. જેના કારણે ગ્રામજનોને હાલાકીનો ભોગ બનવું પડે છે.. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer