અંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ

અંજાર, તા. 6 : વિશ્વ વિકલાંગ દિવસની કે.કે.એમ.એસ. ગર્લ્સ?સ્કૂલ ખાતે દિવ્યાંગો સાથે ઉજવણી કરાઈ હતી. સ્કૂલ અને ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ઉજવણી કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. જેમાં શાળા દ્વારા સ્પર્ધાનું આયોજન, દિવ્યાંગો માટેની સરકારી યોજનાઓ વિશેની માહિતી તેમજ વિકલાંગ કાર્ડનું વિતરણ કરાયું હતું.આ સાથે જ ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા સમાજમાં દિવ્યાંગોના યોગદાન અને તેમના પ્રેરણાત્મક કાર્યો પર પ્રકાશ પાડતો `પારસી બાવા કરે ધમાલ'નો એપિસોડ  `બ્રેવ હાર્ટસ' રિલીઝ?કરાયો હતો. સમાજમાં અનીતિના માર્ગે ચાલતા લોકોને દિવ્યાંગોના ખુમારીભર્યા જીવન પરથી શીખ આપતા આ એપિસોડમાં ફરઝાન કરંજિયા અને તેમની ટીમે અભિનય કર્યો છે.ડો. કૃપેશ ઠક્કર દ્વારા લેખિત અને નિર્મત આ ફિલ્મના લોકાર્પણ કાર્યક્રમના મુખ્ય અતિથિ અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે કે.કે.એમ.એસ. ગર્લ્સ?સ્કૂલના આચાર્ય ડી.એમ. જાડેજા, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય શ્રી સિંધવ, ડી.વી. સ્કૂલના આચાર્ય શ્રી ધોરિયા તેમજ ગીવ વાચા ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો. કૃપેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.બાળકો માટે શૈક્ષણિક કિટ અને અલ્પાહાર અતિથિ દાતા સરીતાબેન ઠક્કર અને અનિલભાઈ બાબુલાલ ઠક્કર તરફથી અપાયા હતા. આ સાથે ગીવ વાચા ફાઉન્ડેશનની બ્રાન્ડ એમ્બેસેડર સાત વર્ષીય વાચા ઠક્કર દ્વારા દિવ્યાંગ બાળકોને ગિફ્ટ અપાઈ હતી.સંચાલન વિરાજબને દેસાઈ, આભારવિધિ જયેશભાઈ પીઠડિયા દ્વારા કરાઈ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer