ગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ

ગાંધીધામ, તા. 6 : અહીંના વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિત 7 હોદ્દા માટે ચૂંટણી પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્ય વકીલ મંડળના આદેશ અનુસાર ગાંધીધામ બાર એસોસિયેશનમાં  પ્રમુખ, બે ઉપપ્રમુખ, મંત્રી, બે સહમંત્રી, ખજાનચી સહિત કુલ સાત પદો   માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ  અંતગર્ત  તા. 5/12થી  તા. 8/12 સુધી ઉમેદવારી ફોર્મ વિતરણ થશે તથા  સ્વીકારવામાં આવશે. તેમજ  તા. 9/12 સુધી  ફોર્મ  પરત ખેંચી શકાશે. આગામી તા. 21/12ના મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તે દિવસે સાંજે મતગણતરી યોજાશે.  હાલમાં  ઉમેદવારી ફોર્મ ભરવાનું અને ફોર્મ સ્વીકારવાનું ચાલુ  હોવાથી  કેટલાક  ફોર્મ આવી  ચૂકયા છે તેવી વિગતો ચૂંટણી કમિશનર  ધારાશાત્રી વિશાલ એમ. શર્માએ  આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer