મુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી

મુંદરા, તા.6 : અહીંની ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા કરવાની મોટા ઉપાડે વારંવાર કરવામાં આવતી જાહેરાત હકીકતમાં દિવાસ્વપ્ન સમાન હોવાનું જિલ્લા પંચાયતના સભ્યે જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના સભ્ય સલીમભાઇ જતે એક યાદીમાં જણાવ્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી મુંદરાની જનતાને ખોટા ખોટા વાયદા કરવામાં આવ્યા હતા. દરેક ચૂંટણી વખતે કરવામાં આવતી જાહેરાતો સાવ ખોટી છે. આમ છતાં જે નગરપાલિકાનું ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે તે ઇમારત કેટલી વાસ્તવિક છે  તેની શંકાનું નિવારણ કરવા નગરપાલિકાની ઇમારતમાં પાયામાં મુંદરા ગ્રામ પંચાયત તરફથી સરકારમાં કયારે દરખાસ્ત રજૂ કરવામાં આવી અને સરકાર તરફથી મંજૂરી અંગે શા આદેશ કરવામાં આવ્યા છે તે સત્તાવાર જાણવા સરકાર શહેરી વિકાસ મંત્રાલય, ગાંધીનગરને આર.ટી.આઇ. દ્વારા જાણવામાં આવતાં ખાસ જણાવવામાં આવ્યું છે કે, ` આ પ્રકારની દરખાસ્ત અત્રે મળી નથી.' આંચકાજનક પણ સરકાર તરફથી લેખિત જવાબ મળતાં મુંદરા ગ્રામ પંચાયતનું નગરપાલિકામાં રૂપાંતર આજ સુધી જે ચિત્રણ તાદૃશ થતું હતું તે શું દિવાસ્વપ્ન છે ? પણ મુંદરાની હાલની હાલત બિસમાર છે, વહીવટ કથડતું-કથડતું ખાડે જઇ રહ્યું છે, આ બીમારીમાંથી તંત્રને ઊભું કરવા નગરપાલિકા એકમાત્ર ઇલાજ છે, પરંતુ સરકારની દરખાસ્ત જ ન મળી હોવાની સ્પષ્ટતા બાદ ખરેખર વાસ્તવિકતા શું છે તેવો તેમણે સવાલ કર્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer