મોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ

મોટાકાંડાગરા, (તા. મુંદરા), તા. 6 : આ ગામના વાડી વિસ્તાર શાળા નં. એકની જમીન અને શાળાના રૂમની અડોઅડ ગેરકાયદેસર ઉદ્યોગનું બાંધકામ થયું છે જેના કારણે ઘોંઘાટ થતાં વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડે છે. વિવિધ સરકારી તંત્રને આવા ઉદ્યોગો દૂર કરવા અરજી કરી છે તેની તપાસ મુંદરા તાલુકાના ટી.ડી.ઓ.ની ટીમ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીધામ અને મોટા કાંડાગરા ગ્રામ પંચાયત દ્વારા કરાઈ હતી. ટીડીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ મોકલાવ્યો છે તેવું ગ્રા. પં. સભ્ય  લખમણભાઈ ગઢવીએ જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer