તડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો

ભુજ, તા. 6 : કચ્છ સહિત છ જિલ્લામાંથી પોતાની અસામાજિક પ્રવૃત્તિ બદલ તડીપાર કરાયેલો માંડવી તાલુકાના કાઠડા ગામનો  ગોપાલ ઉર્ફે માકોડી પબુભાઇ ગઢવી હુકમનો અનાદર કરીને ગેરકાયદે આવતાં પોલીસે તેને પકડી પાડી તેની સામે ગુનો દાખલ કર્યો હતો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તડીપાર કરાયેલો માકોડી હાલમાં ગેરકાયદે કચ્છમાં આવ્યાની અને તે કાઠડામાં હોવાની બાતમી મળતાં તેના આધારે પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ તેને પકડી પાડયો હતો. આરોપીને માંડવી પોલીસના હવાલે કરી તેની સામે ગુનો દાખલ કરાવાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer