માનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા

ભુજ, તા. 6 : તાલુકાના માનકૂવા ગામે ઘરમાંથી નીકળીને બહાર ચાલ્યાં ગયેલાં પાલતુ શ્વાનના મામલે થયેલા હુમલામાં શાંતાબેન નારાણ દાફડા (ઉ.વ.60) અને તેમના પુત્ર જગદીશ (ઉ.વ.30)ને ઇજાઓ થઇ હતી. આ બન્નેને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.આ બાબતે એટ્રોસિટી અને હુમલા સહિતની કલમો તળે લખાવાયેલી ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે માનકૂવાના રમેશ વેલજી કેરાઇનું પાલતુ ઇંગ્લિશ કૂતરું તેના ઘરમાંથી નીકળી ગયું હતું. આ કુતરું તમે બાંઘ્યું છે તેવું કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer