ગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો

ગાંધીધામ, તા. 6 : શહેરના સતત ધમધમતા એવા ટાગોર માર્ગ ઉપર છકડો અને બાઇક ભટકાતાં આદિપુરના રવિ સતીશકુમાર કેવલાણી (ઉં.વ. 20) નામના યુવાનનું મોત થયું હતું. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે સવારે આ જીવલેણ અકસ્માત સર્જોયો હતો. આદિપુરનો રવિ નામનો યુવાન બાઇકથી જઇ રહ્યો હતો ત્યારે તેની બાઇક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાતાં આ યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત થયું હતું. આ બનાવમાં સી.સી.ટી.વી. ફૂટેજ વગેરે તપાસીને બાદમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાશે તેવું પોલીસે જણાવ્યું હતું. ફરી એક વખત આ ટાગેર માર્ગ રક્તરંજિત બનતાં ભારે ચકચાર પ્રસરી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer