માખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો

ગાંધીધામ, તા. 6 : રાપર તાલુકાના માખેલ ગામમાં તેં મારી માટીની ગાડી કેમ પકડાવી તેનું મનદુ:ખ રાખી એક શખ્સે વૃદ્ધ ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો. માખેલમાં રહેતા મોહન રતા મઢવી (મારાજ) નામના વૃદ્ધ ગામના ચોકમાં બેઠા હતા ત્યારે ગામનો જ શૈલેશ પરષોત્તમ મઢવી નામનો શખ્સ આવ્યો હતો. અગાઉ તેં મારી માટીની ગાડી કેમ પકડાવી તેમ કહી આ શખ્સ વૃદ્ધ ઉપર ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે તલવાર વડે હુમલો કરતાં બનાવના ફરિયાદી મોહન મઢવીને હાથમાં ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. ગત તા. 27/11ના બનેલા આ બનાવ અંગે આડેસર પોલીસે આજે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer