ભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું

ભુજ, તા. 6 : શહેરમાં આશાપુરા નગર વિસ્તારમાં ગીતા કોટેજીસ ખાતે રહેતા મૂળ હરિયાણાના વતની એવા નોકરિયાત વિક્રમ શ્રીચંદ યાદવના બંધ મકાનની બારીની ગ્રિલ તોડીને તેમાંથી એલ.ઇ.ડી. ટી.વી.ની ચોરી થયાનો મામલો બહાર આવ્યો છે. અત્રેના એ- ડિવિઝન પોલીસ મથકમાં આ વિશે લખાવાયેલી ફરિયાદ મુજબ ગત તા. 6/11થી તા. 29/11 દરમ્યાન તસ્કરીની આ ઘટના બની હતી. શ્રી યાદવના બંધ મકાનની બારીની ગ્રિલ તોડીને તે વાટે થયેલી જગ્યામાંથી કોઇ હરામખોરો ઘરમાં ઘૂસ્યા હતા અને રૂા. 15 હજારનું સેમસંગ કંપનીનું 32 ઇંચનું એલ.ઇ.ડી. ચોરી ગયા હતા. ફોજદાર ટી.એચ. પટેલે તપાસ હાથ  ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer