મનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા

ગાંધીધામ, તા. 6 : ભચાઉ તાલુકાના મનફરા ગામમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા 9 ખેલીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી રોકડા રૂા 29,500 જપ્ત કરવામાં આવ્યા હતા.જૂના મનફરા ગામમાં કંથડનાથ દાદાના મંદિરની સામે ખુલ્લા  મેદાનમાં અમુક  ઇસમો ગોળ કુંડાળું વાળી જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે છાપો મારતાં ગંજીપાના વડે જુગાર રમતા ઇસમો પત્તા ફેંકી નાસવા લાગ્યા હતા. આ તમામ 9 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.પોલીસની ઝપટમાં આવેલામાં હમીર ખાના પરમાર, મયૂર મનુ કોળી, રહીમ ઓસમાણ રાજા, હાજી મુસા ઘાંચી, અશોક રઘુરામ કાપડી, બાલા કરસન કોળી, ઇસ્માઇલ સુલેમાન રોહા, અકબર ઇબ્રાહીમ સંઘાર અને ઇશ્વર દેવશી કોળીનો સમાવેશ થાય છે.પત્તા ટીંચતા અને પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 29,500 તથા 7 મોબાઇલ, કાર નંબર જી.જે. 18 બી.એ.-8658, બાઇક નંબર જી.જે. 12 બી.ઇ.-7991 મળીને કુલ રૂા. 2,57,500નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer