ભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો

ભુજ, તા. 6 : વ્યવસાયે રિક્ષાના ચાલક એવા ભુજના ભીડનાકા બહાર રહેતા ગોપાલ રામદાસ પ્રજાપતિ (ઉ.વ.21)ને માંડવી તાલુકાના કોડાય ચાર રસ્તા ખાતેથી એકટિવા સ્કૂટર ઉપર માંડવીના દરિયાકાંઠે લઇ જઇને તેને ત્રણ શખ્સે માર માર્યો હતો.પોલીસે આપેલી માહિતી મુજબ ભુજનો આ રિક્ષાચાલક ઉતારુને મૂકવા માટે માંડવી ગયો હતો. જ્યાંથી પરત ફરતી વેળાએ કોડાય ચાર રસ્તા ખાતે માવજીભાઇ છકડાવાળા અને હાર્દિકભાઇ તથા કરણભાઇ તરીકે ઓળખાવાયેલા ત્રણ જણે તેને આંતરી તેને એક્ટિવા ઉપર માંડવીના સમુદ્રકાંઠે લઇ ગયા હતા અને ત્યાં તેને માર માર્યો હતો. ભોગ બનનારને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer