કાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ

દયાપર (તા. લખપત), તા. 6 : દેશ-કચ્છની સ્વતંત્રતા ધર્મ સંસ્કૃતિની રક્ષા કાજે કચ્છના અસ્તિત્વની મોટી લડાઇ વિ.સ. 1819માં ઐતિહાસિક ઝારા ડુંગર પર થઇ જેમાં હજારો વીર યોદ્ધાઓ માભોમ માટે શહીદી વ્હોરી લીધી હતી. વીર શહીદોની યાદમાં છેલ્લા 19 વર્ષથી ગુજરાત રાજપૂત યુવા સંઘ તેમજ કચ્છ રાજપૂત યુવા સંઘ?દ્વારા દર વર્ષે ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ માગશર સુદ-11ના યોજાય છે જે 19મો ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ તા. 8ના બપોરે 12 વાગ્યે ઐતિહાસિક ઝારા ડુંગર પર યોજાશે. આ બાબતે ગુજરાત રાજપૂત યુવા સંઘના ઉપપ્રમુખ અર્જુનદેવસિંહ ચૂડાસમાએ માહિતી આપતાં કહ્યું હતું કે, સંતગણ મેઘરાજજી દાદા, હરીશંગજી દાદા, જગજીવનદાસજી મહારાજ, શાંતિદાસજી મહારાજના હસ્તે કાર્યક્રમનું દીપ પ્રાગટય થશે. કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ?અને ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા તેમજ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ક્ષત્રિય સમાજ અને અન્ય વિવિધ સમાજોના અગ્રણીઓ અતિથિવિશેષ - વ્યક્તિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે. ઘડુલીથી 14 કિ.મી. દૂર ઝારા ડુંગર પર પ્રસાદની વ્યવસ્થા લખપત તા. રાજપૂત ક્ષત્રિય સમાજ તથા કિશોરસિંહ વખતસિંહ જાડેજા (વિંઝાણ) તરફથી કરાઇ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer